june july to hit economy and chaos in whole world says astrology prediction
  • Home
  • Astrology
  • એક મહિનામાં ત્રણ ગ્રહણ અને ગ્રહો વક્રી થતા દુનિયામાં મચાવી દેશે હાહાકાર, જન જીવન થશે અસ્ત વ્યસ્ત

એક મહિનામાં ત્રણ ગ્રહણ અને ગ્રહો વક્રી થતા દુનિયામાં મચાવી દેશે હાહાકાર, જન જીવન થશે અસ્ત વ્યસ્ત

 | 8:42 am IST

વૈશ્વિક મહામારી કોરાના હજુ હાહાકાર મચાવી રહ્યો છે. મંગળ અને મકર કુંભ રાશિમાં પ્રવેશ સાથે મકર રાશિમાં મંગળ-શનિ અને ગુરૂની યુતિ ભંગ થતા થોડી રાહત મળશે. આ રાહતની સાથે જ કોરોનાથી છુટકારો મળી જશે. જો કે ગ્રહ ગોચર કઈ બીજી તરફ જ ઈશારો કરી રહ્યું છે.

આ મહિનામાં એક પછી એક ત્રણ ગ્રહણ થશે
આચાર્ય પંડિત રામચંદ્ર શર્મા વૈદિકના જણાવ્યા અનુસાર જૂન, જુલાઈના મધ્યમાં 2 ચંદ્ર ગ્રહણ અને 1 સૂર્ય ગ્રહણ થશે, બંને ચંદ્ર ગ્રહણ છાયા ગ્રહણ હશે જે 5-6 જૂન દરમિયાન થશે, તો કંકણાકૃત સૂર્ય ગ્રહણ 21 જૂને થશે. 21 જૂને અષાઢ માસની અમાસ, મૃગશીર્ષ નક્ષત્ર, મિથુન રાશિમાં આ સૂર્ય ગ્રહણ 12 મિનિટથી વધારે દેખાશે નહી.

ભારત, બાંગ્લાદેશ, ભુતાન, શ્રીલંકાના કેટલાક શહેરોમાં આ ગ્રહણ દેખાશે
શાસ્ત્રો અનુસાર આ મહિને મધ્યમાં બેથી વધારે ગ્રહણ થશે જે રાજાને કષ્ટ, સેનામાં વિદ્રોહ, ગંભીર આર્થિક સમસ્યા, જેવી સ્થિતિનું નિર્માણ થશે. સંહિતા ગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ સ્થિતિ અષાઢ મહિનામાં થાય તો આજીવિકા પર માર અને ચીન જેવા દેશોને નુકસાનના યોગ રચાઇ રહ્યો છે.

ત્રણેય ગ્રહણનો પ્રભાવ વિશ્વ માટે નુકસાન દાયક રહેશે. ચીનને લઈને વૈશ્વિક સ્તર પર કોઈ કઠોર નિર્ણય સમગ્ર વિશ્વને શીત યુદ્ધની તરફ લઈ જશે, કુલ મેળવીને જૂન, જુલાઈ વાયરસથી વધારે અર્થવ્યવસ્થાને લઇને ચિંતા, અમેરિકા, ચીનમાં મતભેદો અને મુશ્કેલીઓ સર્જાશે.

ક્યારે થશે કંકણાકૃત સૂર્ય ગ્રહણનો સ્પર્શ-મધ્ય અને મોક્ષ
આ ગ્રહણ ઉત્તર રાજસ્થાન, પંજાબ, ઉત્તર હરિયાણા, ઉત્તરાખંડના કેટલાક ભાગમાં કંકણાકૃત તેમજ શેષ ભાગ ખંડગ્રાસ રૂપમાં દેખાશે ગ્રહણનું સુતક 20 જૂનથી રાત્રીના 10.10 પર પ્રારંભ થશે.

વિભિન્ન રાશિઓ પર ગ્રહણનો પ્રભાવ
મેષ, સિંહ, કન્યા અને મકર રાશિ પર આ ગ્રહણ શુભ છે.
મિથુન, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિમાં આ ગ્રહણ અશુભ છે.
વૃષભ, તુલા, ધન અને કુંભ રાશિ માટે મિશ્રિત ફળ રહેશે.

આ વીડિયો જુઓ: સુર્યપુત્ર શનીદેવની પવિત્ર આરતીના દર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન