જંગલ બૂક : માનવી સાથે વર્ષોજૂની મિત્રતા ધરાવતું અલ્પાકા - Sandesh
  • Home
  • Featured
  • જંગલ બૂક : માનવી સાથે વર્ષોજૂની મિત્રતા ધરાવતું અલ્પાકા

જંગલ બૂક : માનવી સાથે વર્ષોજૂની મિત્રતા ધરાવતું અલ્પાકા

 | 7:32 am IST

હજારો વર્ષોથી અલ્પાકા પ્રાણીને માનવી સાથે મિત્રતા રહી છે. અલ્પાકાની મુખ્ય બે પ્રજાતિ છે, સુરી અલ્પાકા અને હુકાયા અલ્પાકા.

  • અલ્પાકા પેરુ, ચીલી અને બોલિવિયામાં જોવા મળતું પ્રાણી છે. તેના શરીર પર પુષ્કળ પ્રમાણમાં ઊન હોય છે. અલ્પાકાના શરીર પર ઉત્પન્ન થતું ઊન અન્ય પ્રાણીના ઊન કરતાં વધુ સારી ગુણવત્તા ધરાવતું હોય છે.
  • અલ્પાકા દેખાવમાં ઘણું સારું લાગે છે. કેમ કે, તેનું આખું શરીર ઊનથી ઢંકાયેલું હોય છે. પુખ્ત વયનું અલ્પાકા ૮૧થી ૯૯ સેન્ટિમીટરની ઊંચાઈ ધરાવે છે. અંદાજે તેના શરીરનું વજન ૪૮થી ૮૪ કિલોનું હોય છે.
  • અલ્પાકાની પ્રજાતિ એવી છે કે તે પહેલેથી જ માનવી વચ્ચે રહેવા ટેવાયેલું પ્રાણી છે. તે સતત અવાજ કરતું રહે છે. સામાન્ય રીતે તે ક્યારેય કોઈ બીજા પ્રાણી કે માનવી પર હુમલો કરતું નથી. અપવાદ રૂપે જો તેને એવું લાગે કે સામેવાળું પ્રાણી કે મનુષ્ય તેને નુકસાન પહોંચાડશે તો જ તે લાત મારે છે અથવા તો તેના પેટમાં રહેલા કચરાને તે સામે રહેલા પ્રાણી પર થૂંકે છે.
  • અલ્પાકાને સમૂહમાં સાથે રહેવું પસંદ છે. આથી મોટાભાગે તે ગ્રૂપ બનાવીને જ રહે છે.
  • અલ્પાકા તેના જેટલું શરીર ધરાવતાં બીજાં પ્રાણીઓની સરખામણીમાં બહુ ઓછો ખોરાક લે છે. મોટાભાગે તે લીલંુ ઘાસ અને ઝાડનાં પાંદડાં જ ખાવાનું પસંદ કરે છે.