જંગલ બૂક : બ્યુટીફુલ સ્પોટેડ ટ્રન્ક ફિશ... - Sandesh
 • Home
 • Featured
 • જંગલ બૂક : બ્યુટીફુલ સ્પોટેડ ટ્રન્ક ફિશ…

જંગલ બૂક : બ્યુટીફુલ સ્પોટેડ ટ્રન્ક ફિશ…

 | 5:23 pm IST

નાનાં બાળકોને જોતાં જ વહાલી લાગે અને તરત જ ગમી જાય, વળી એને હાથમાં લઈ રમાડવાનું મન થાય એવી આ માછલી વિશે આજે આપણે જંગલ બુકમાં વાત કરીશું, પણ આ તો માછલી છે બાળમિત્રો, આ ફિશ ગમે તેટલી સુંદર લાગે તોપણ તેને હાથમાં ન લેવી, બાકી તો પેલી કાવ્યપંક્તિની જેમ હાથ લગાઓ ડર જાયેગી, બહાર નીકાલો મર જાયેગી…

 • દેખાવમાં ખૂબ જ સુંદર અને ક્યૂટ એવી સ્પોટેડ માછલી વિશે વાત કરતાં પહેલાં એ જાણી લઈએ કે આ માછલી તેના બીજા નામ એટલે કે સ્મૂધ ફિશ તથા લેક્ટોફિશ ટ્રિક્વિટર તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારની ફિશ મુખ્યત્વે મેક્સિકો, કેરેબિયન સી અને વેસ્ટર્ન એટલાન્ટિક ઓશનમાં જોવા મળે છે.
 • સ્પોટેડ ફિશનું શરીર એંગ્લવાળંુ એટલે કે ખૂણાઓવાળું હોય છે. ટ્રન્ક ફિશને સામેની સાઇડથી જોતાં ત્રિકોણ આકારનું એક કાટખૂણિયું આપણી સામે હોય તેવું લાગે છે.
 • તે કદમાં નાની હોય છે. તેની સાઇઝ ૮ ઇંચથી લઈને ૧૯ ઇંચ જેટલી હોય છે. તેનું મોઢંુ નાનું અને આપણા કાર્ટૂન કેરેક્ટર ડોનાલ્ડ ડકની જેમ આગળથી હોઠ ઉપસેલા હોય છે. તેની પૂંછડી પાછળથી બ્રશ આકારની લાગે છે. સ્પોટેડ ફિશની આંખોનો કલર કાળો હોય છે.
 • સ્પોટેડ ફિશના શરીરનો રંગ કાળો હોય છે અને તેના પર સફેદ કલરનાં ટપકાં હોય છે. તેમજ પીઠના ભાગે ગોલ્ડન કલર જોવા મળે છે.
 • ટ્રન્ક ફિશના શરીરમાં બીજી સામાન્ય માછલીની જેમ કાંટા હોતા નથી.
 • જેમ જેમ આ માછલીઓ મોટી થાય છે તેમ તેમ તેમની પીઠ ઉપર આવેલો હનીકોમ્બ જેવો ગોલ્ડન એરિયા વધતો જાય છે અને તે ધીરે ધીરે ગોલ્ડન કલરની દેખાવા લાગે છે.
 • સ્મૂધ ફિશ ગલ્ફ મેક્સિકોના કેરેબિયન સીની અંદર પાણીમાં ૧૬૪ ફૂટ નીચે મળી આવે છે, જ્યારે કેનેડાના એટલાન્ટિક સમુદ્રોમાંથી પણ મળશે. તે નાના નાના દરિયાઈ જીવોને ખાઈને પોતાનું પેટ ભરે છે.
 • ટ્રન્ક ફિશની એક નેગેટિવ વાત એ છે કે જો આ ફિશ પોતે સ્ટ્રેસમાં આવે તો તેના મોઢામાંથી ઝેર ઝરવા માંડે છે, જેના કારણે બીજી માછલી મરી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન