જંગલ બૂક : ઓસ્ટ્રેલિયા અને ન્યૂ જીનિવામાં જોવા મળતું પક્ષી કૂકાબુર્રા  - Sandesh
 • Home
 • Kids Corner
 • જંગલ બૂક : ઓસ્ટ્રેલિયા અને ન્યૂ જીનિવામાં જોવા મળતું પક્ષી કૂકાબુર્રા 

જંગલ બૂક : ઓસ્ટ્રેલિયા અને ન્યૂ જીનિવામાં જોવા મળતું પક્ષી કૂકાબુર્રા 

 | 3:16 pm IST

કૂકાબુર્રા ૨૮થી ૪૨ સેમીનું પક્ષી છે.

 • કૂકાબુર્રા માણસના હાસ્ય જેવું બોલે છે. તે બોલતું હોય ત્યારે એમ લાગે કે મોટા અવાજથી જાણે કોઈ હસી રહ્યું છે. કૂકાબુર્રાની આ ખાસિયત કહો કે ઓળખ, પણ તે લાફિંગ કૂકાબુર્રા તરીકે જ ઓળખાય છે.
 • કૂકાબુર્રાને જ્યાં ઊંચાં વૃક્ષો હોય અને વહેતું પાણી હોય ત્યાં વસવાટ કરવો ગમે છે.
 • ન્યૂ જીનિવા અને ઓસ્ટે્રલિયામાં ચાર પ્રકારના કૂકાબુર્રા જોવા મળે છે.
 • રેફ્યુુસ્ડ બિલ્ડ કૂકાબુર્રા – જે સાઇબાઈ આઇલેન્ડમાં જોવા મળે છે.
 • સ્પેન્ગલ્ડ કૂકાબુર્રા – જેના માથે વાદળી અને કાળા રંગની છાંટવાળાં ટપકાં હોય છે.
 • બ્લૂ વિગ્ઝ કૂકાબુર્રા – જેની પાંખ વાદળી રંગની હોય છે.
 • લાફિંગ કૂકાબુર્રા
 • માદા અને નર કૂકાબુર્રા તેમના દેખાવથી જ ઓળખાઈ આવે છે. નર કૂકાબુર્રાની પૂંછડી વાદળી રંગની હોય છે, જ્યારે માદાની પૂંછડી રતાશ પડતી હોય છે.
 • કૂકોબુર્રા માંસાહારી પક્ષી છે. તેમના મનપસંદ ખોરાકમાં સાપ, ઉંદર, બીજાં પક્ષીઓ, જીવજંતુઓ અને નાના સરીસૃપ આવે છે.
 • દેખાવમાં નાનું લાગતું કૂકાબુર્રાનું વજન તેના દેખાવ કરતાં વધુ હોય છે.
 • કૂકાબુર્રા પક્ષીની સીધી સ્પર્ધા તેના જ નાતભાઈ સાથે હોય છે. કોઈ પણ બે અલગ-અલગ કૂકાબુર્રા એકસાથે રહેવાનું પસંદ કરતાં નથી. તેમાં પણ ખાસ કરીને લાફિંગ અને બ્લૂ વિગ્ઝ કૂકાબુર્રા બંને એકબીજાના સ્પર્ધક છે. બંનેનાં રહેવાનાં ક્ષેત્ર અલગ છે.