જંગલ બૂક : બ્લૂ પગવાળું બુબી - Sandesh
 • Home
 • Featured
 • જંગલ બૂક : બ્લૂ પગવાળું બુબી

જંગલ બૂક : બ્લૂ પગવાળું બુબી

 | 9:46 pm IST

વાદળી રંગના પગ ધરાવતું બુબી દરિયાઈ પક્ષી છે. તેનું નામ સ્પેનિશ ભાષા પરથી રાખવામાં આવ્યું છે, જેનો અર્થ જોકર થાય છે. તે અન્ય પક્ષી કરતાં તેના દેખાવના કારણે અલગ તરી આવે છે, જેથી એક વાર જોનારને તેના બ્લૂ રંગના પગને કારણે યાદ રહી જાય છે.

 • બુબી સુલીડે જાતીનું પક્ષી છે, જેની જુદી-જુદી દસ પ્રજાતિ જોવા મળે છે.
 • નર કરતાં માદા બુબી કદમાં મોટું હોય છે, માદા બુબીની પાંખ નર કરતાં મોટી અને કથ્થઈ રંગની હોય છે. તે સિવાય બંનેના દેખાવમાં કોઈ જ ફેર હોતો નથી. બુબીના માથા અને ગરદનનો ભાગ આછા કથ્થઈ રંગનાં પીંછાંથી ઢંકાયેલો હોય છે. તેની આંખનો રંગ પીળો હોય છે, જ્યારે તેના પેટના ભાગ પર સફેદ રંગનાં પીંછાં હોય છે. તેની ચાંચ પ્રમાણમાં લાંબી અને આગળના ભાગે અણીદાર હોય છે, જેને કારણે તે સરળતાથી પાણીમાં શિકાર કરી શકે છે.
 • બુબી પેસિફિક ઓશન, સાઉથ અમેરિકા અને પેરુના પર્વતીય પ્રદેશો અને દરિયાકિનારાના વિસ્તારોમાં વસવાટ કરતું પક્ષી છે.
 • બુબી પક્ષી સમૂહમાં રહેવાનું પસંદ કરે છે.
 • તેનો મુખ્ય ખોરાક માછલી છે. માછલીનો શિકાર પણ તે સમૂહમાં જ કરવાનું પસંદ કરે છે. ભાગ્યે જ તે એકલું ખોરાકની શોધમાં નીકળે છે. તે પાણીમાં ખૂબ સારી રીતે તરી પણ શકે છે.
 • બુબીનું કદ અંદાજે ૮૧ સેન્ટિમીટરનું હોય છે તેમજ તે ૧.૫થી ૨ કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે.
 • નર બુબી કરતાં માદા બુબીના પગનો રંગ વધુ ઘેરો હોય છે.
 • બુબી ઊંઘમાં સીટી વગાડે છે તેમજ તે ખૂબ સારી રીતે ડાન્સ પણ કરી શકે છે.
 • બુબી એકસાથે બે કે ત્રણ ઈંડાં મૂકે છે, જેને વારાફરતી નર અને માદા સેવે છે.
 • બુબી સરેરાશ પંદરથી વીસ વર્ષનું આયુષ્ય ધરાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન