જંગલ બૂક : દેખાવે મોર જેવું જ લાગતું તેતર ક્રેસ્ટેડ અર્ગુસ - Sandesh
  • Home
  • Featured
  • જંગલ બૂક : દેખાવે મોર જેવું જ લાગતું તેતર ક્રેસ્ટેડ અર્ગુસ

જંગલ બૂક : દેખાવે મોર જેવું જ લાગતું તેતર ક્રેસ્ટેડ અર્ગુસ

 | 9:41 pm IST

ક્રેસ્ટેડ અર્ગુસ એક શાનદાર તેતર છે. તે દેખાવમાં મોર-ઢેલ જેવું જ લાગે છે. તેનું શરીર કથ્થાઈમાં કાળા રંગની છાંટવાળાં પીંછાંથી ભરાયેલ હોય છે. તેની ચાંચ ઘેરા ગુલાબી રંગની હોય છે. તેની આંખ કથ્થાઈ રંગની હોય છે, જેની આસપાસ વાદળી રંગની ચામડી હોય છે.

  • ક્રેસ્ટેડ અર્ગુસના માથા પર બે કલગી હોય છે, જે તેના માથા પર ફેલાયેલ અને જમીન તરફ ઝૂકેલી હોય છે. જ્યારે અર્ગુસની આસપાસ કોઈ આવે છે અથવા કોઈ વાતનો સંકેત તેને મળે તો તેની આ કલગી જે જમીન તરફ ઝૂકેલ હોય છે તે ઊંચી થઈ જાય છે.
  • નર અર્ગુસ શરીરમાં ભરાવદાર હોય છે, તેમજ બાર જેટલાં લાંબાં પીંછાંવાળી પૂંછડી હોય છે, જેની લંબાઈ ૧.૭૫ મી.ની હોય છે.
  • માદા અર્ગુસ પણ શરીરમાં ભરાવદાર હોય છે, પણ તે નર કરતાં જોવામાં વધુ સંદર લાગે છે, કેમ કે તેના શરીર પર રંગીન પીંછાં હોય છે.
  • માદાના માથા પર જે કલગી હોય છે તે નર કરતાં થોડી વધુ કડક હાય છે, જે તેના માથાનો મોટાભાગનો વિસ્તાર આવરે છે. નર કરતાં માદાની પૂંછડી નાની હોય છે. માદાની પૂંછડી ૭૪-૭૪ સેમીની હોય છે.
  • માદા કરતાં નર પક્ષીનું વજન માત્ર ૨૦% જ વધુ હોય છે.
  • નરનાં પીંછાં તેના વજનના પ્રમાણમાં ઘણાં જ વધારે છે, જે પૂરેપૂરાં ખૂલેલાં હોય ત્યારે મોર કળા કરતો હોય તેવું લાગે છે.
  • ક્રેસ્ટેડ અર્ગુસ સ્વભાવે શરમાળ અને ગૂઢ પક્ષી છે. તે મોટેભાગે મલેશિયા, વિયેટનામા, સાઉથ એશિયામાં જોવા મળે છે. તેને નાના જીવજંતુ અને ફળ ખાવાનું પસંદ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન