જંગલ બૂક : નાનું અને રૂપકડું સનબર્ડ - Sandesh
 • Home
 • Featured
 • જંગલ બૂક : નાનું અને રૂપકડું સનબર્ડ

જંગલ બૂક : નાનું અને રૂપકડું સનબર્ડ

 | 7:22 pm IST

સનબર્ડ તેના નામ જેવું જ રૂપકડું પક્ષી છે. આકાશમાં ઊડતું હોય ત્યારે એમ લાગે કે તેની ખૂલેલી પાંખોમાં જાણે સોનેરી લકીરો હોય તેમ જોનારની આંખને સ્પર્શી અને આકર્ષી જાય છે.

 • સનબર્ડની કુલ ૧૫ જાતિમાં 32 પ્રજાતિ છે.
 • સનબર્ડની મોટાભાગની પ્રજાતિ આફ્રિકા, ભારતના અમુક ભાગોમાં, સાઉથ ઈસ્ટ એશિયા અને નોર્ધન ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે.
 • સનબર્ડનો ખોરાક તેના જેવો જ અલાયદો છે. તેને સૌથી વધુ નેક્ટર(ફૂલો પરનો મીઠો રસ) પસંદ છે. તે સિવાય તે કરોળિયા અને જીવજંતુ પણ ખાય છે.
 • સનબર્ડ એવી જાતિ છે કે જેણે સતત સમય સાથે તેના જીવનની આદતો બદલાવી છે. પહેલાં તે ગીચ જંગલો અને હરિયાળા પ્રદેશોમાં જ જોવા મળતું હતું, જ્યારે આજે તે માણસોના વસવાટની આસપાસ અને ગાર્ડનમાં તેમજ શહેરથી નજીકના વિસ્તારોમાં પણ જોવા મળે છે.
 • સનબર્ડની ઘણી પ્રજાતિ ફળ પણ શોખથી ખાય છે.
 • સનબર્ડની ખાસિયત એ છે કે તે કદમાં નાનું છે, પણ ખૂબ જ ઝડપથી ઊડી શકે છે.
 • સનબર્ડમાં બે પક્ષીનું પ્રતિરૂપ છે : એક તો અમેરિકાના હમિંગ બર્ડ જેવું અને બીજું ઓસ્ટ્રેલિયાના હનિઇટર જેવું. તેની ફૂલો પરથી રસને ચૂસવાની આદત હમિંગ બર્ડને મળતી આવતી છે પણ તે ક્યારેક જ એમ રસ ચૂસે છે.
 • કદમાં નાનું અને અંદાજે 45 ગ્રામના વજન સુધીનું હોય છે. માદા કરતાં નર કદમાં થોડું મોટું લાગે છે.
 • તેને લાંબી અને પાતળી ચાંચ હોય છે જે તેના ખોરાકની આદતને અનુકૂળ આવે તેવી છે.
 • મોટાભાગે સનબર્ડ આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. તેમાં પણ મડાગાસ્કર અને ઇજિપ્ત, ચીન, ઈરાન, ન્યૂ જીનિવા, ઇન્ડોનેશિયા સહિતની જગ્યામાં જોવા મળે છે.
 • સનબર્ડ મોટાભાગે જોડકાંમાં અને નાનાં ઝુંડમાં જોવા મળે છે. તે મળતાવડું પક્ષી છે. તે બીજાં પક્ષીઓ સાથે પણ ઊડે છે, ફરે છે.
 • સનબર્ડની માળો બાંધવાની રીત પણ આકર્ષક છે. તેનો માળો પર્સ જેવો બિડાયેલો હોય છે. માદા સનબર્ડ માળો બાંધે છે અને મોટાભાગે ચાર જેટલાં ઈંડાં મૂકે છે.