જંગલ બૂક : લુપ્ત થતી પ્રજાતિનું પ્રાણી તસ્માનિયન ડેવિલ - Sandesh
  • Home
  • Featured
  • જંગલ બૂક : લુપ્ત થતી પ્રજાતિનું પ્રાણી તસ્માનિયન ડેવિલ

જંગલ બૂક : લુપ્ત થતી પ્રજાતિનું પ્રાણી તસ્માનિયન ડેવિલ

 | 2:52 pm IST

તસ્માનિયન ડેવિલ માંસાહારી અને મારસુપિયલ (સ્તનધારી) પ્રાણી છે. જે હવે ફક્ત ઓસ્ટ્રેલિયાના દ્વીપનાં જંગલોમાં જોવા મળે છે. ડેવિલની લુપ્ત થતી પ્રજાતિનું પ્રાણી છે. ઓસ્ટ્રેલિયાનાં જંગલો સિવાય આ પ્રાણી બીજે ક્યાંય જોવા મળતું નથી. તે કદમાં નાના કૂતરા જેટલું હોય છે.

  • તસ્માનિયન ડેવિલ કદમા નાનું હોવા છતાં તેના શરીરની રચના મજબૂત અને સશક્ત હોય છે. તેના શરીર પર કાળા ચમકીલા વાળ હોય છે. તીખી ગંધ, ઊંચો અને ઘોઘરો અવાજ તેની ઓળખ છે. તે ખોરાક જે ક્રૂરતાથી આરોગે છે તેને કારણે જ તેનું નામ ડેવિલ પડયું છે.
  • તસ્માનિયન ડેવિલનું મોટું માથું અને ટૂંકી ગરદનના કારણે તેની શિકાર કરવાની શક્તિ તેના વજનના હિસાબે કોઈ પણ સજીવ સ્તનધારી કરતાં ઘણી વધારે છે.
  • તસ્માનિયન ડેવિલ મૃત પ્રાણીઓને ખાવાનું પસંદ કરે છે તેમજ તે અહાર બહુ ક્રૂરતાપૂર્વક આરોગે છે. વળી, માનવીની વસાહતમાં જોવા મળતાં તસ્માનિયન ડેવિલ માનવી પાસેથી પણ આહાર ઝૂંટીને ખાઈ જાય છે.
  • તસ્માનિયન ડેવિલ મોટે ભાગે એકલું રહેવાનું પસંદ કરે છે. તે ભાગ્યે જ સમૂહમાં જોવા મળે છે. તેની પ્રજાતિનાં બીજાં પ્રાણીઓ કરતાં તસ્માનિયન ડેવિલનું શરીર ભારે ગરમી પણ સહન કરી શકે છે અને દિવસના મધ્યાહ્નના સમયે પણ તે સખત તાપમાં પણ સક્રિય રહી શકે છે. તેના શરીરની રચના ગોળાકાર હોવા છતાં તેની ગતિ અને સહનશક્તિ આશ્ચર્યજનક છે. તે ઝાડ પર ઝડપથી ચડી પણ શકે છે અને તરીને નદી પણ પાર કરી શકે છે.
  • તસ્માનિયન ડેવિલની પૂંછડીની લંબાઈ તેના શરીરની લંબાઈ કરતાં અડધી હોય છે.