જંગલ બૂક : ત્રણ આંગળીવાળું સ્લોથ - Sandesh
  • Home
  • Featured
  • જંગલ બૂક : ત્રણ આંગળીવાળું સ્લોથ

જંગલ બૂક : ત્રણ આંગળીવાળું સ્લોથ

 | 6:07 pm IST

ત્રણ આંગળીવાળું સ્લોથ સસ્તન પ્રાણી છે. દક્ષિણ અને સેન્ટ્રલ અમેરિકામાં તે જોવા મળે છે. તેની મુખ્ય ચાર પ્રજાતિ છે. તેમાં ત્રણ આંગળીવાળું સ્લોથ ભૂરા રંગનું હોય છે.

  • પુખ્ત વયનું સ્લોથ નાના કૂતરા જેટલું કદ ધરાવે છે. તેનું વજન ત્રણથી ચાર કિલોગ્રામ હોય છે. સ્લોથના માથાનો ભાગ તેના શરીરથી જુદો પડતો નથી. સ્લોથના આખા શરીર ઉપર મોટા અને ભરાવદાર વાળ હોય છે.
  • સ્લોથ સ્વભાવે શાંત અને આળસુ જીવ છે. આહારમાં તે પાંદડાં અને નાનાં ફળો ખાવાનું પસંદ કરે છે. તેના શરીરની પાચનક્રિયા બહુ ધીમી છે. સ્લોથના શરીરમાં પાંદડાં અને ફળો જેવા હળવા ખોરાકનું પાચન થતાં પણ પાંચથી છ દિવસ લાગે છે.
  • સ્લોથ દિવસમાં પંદરથી વીસ જેટલા કલાક તો ઊંઘવામાં જ પસાર કરી નાખે છે.
  • સ્લોથની ચાલવાની ગતિ બહુ ધીમી છે. તે એક મિનિટમાં માત્ર છથી સાત ડગલાં જ ચાલી શકે છે, પણ જો તેની પાછળ શિકારી પક્ષી કે પ્રાણી પડે છે ત્યારે તે એક મિનિટમાં ચાર મીટર રસ્તો ઓળંગી જાય છે.
  • તે ઝાડ ઉપર બેઠેલું હોય ત્યારે બહુ ઓછી હલનચલન કરે છે. આથી તે શિકારી પક્ષી કે પ્રાણીની નજરમાં આવતું નથી. વળી, તેના શરીરનો રંગ પણ ઝાડની ડાળ અને થડ જેવો જ હોય છે એટલે દૂરથી જોનારને તે ઝડપથી ઓળખાતું નથી.
  • ચાલવામાં ધીમું સ્લોથ પાણીમાં બહુ સારું અને ઝડપથી તરી શકે છે. તે જમીન પર બહુ ઓછું જોવા મળે છે. અંદાજે અઠવાડિયામાં એક વખત તે જમીન પર ઊતરે છે.
  • સ્લોથનું સરેરાશ આયુષ્ય વીસથી પચીસ વર્ષનું હોય છે.