જૂનિયર એશિયાઇ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં અનુ કુમારે ભારતને અપાવ્યો ત્રીજો ગૉલ્ડ - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • જૂનિયર એશિયાઇ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં અનુ કુમારે ભારતને અપાવ્યો ત્રીજો ગૉલ્ડ

જૂનિયર એશિયાઇ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં અનુ કુમારે ભારતને અપાવ્યો ત્રીજો ગૉલ્ડ

 | 5:01 pm IST

એથલિટ અનુ કુમારે જૂનિયર એશિયાઇ એથલેટિક્સ ચેમ્પિયનશિપનાં ત્રીજા દિવસે પુરૂષોની 800 મીટર દોડમાં ગૉલ્ડ મેડલ જીત્યો છે, જ્યારે અપર્ણદીપ કૌર બાજવાએ મહિલાઓનાં ડિસ્કસ થ્રોમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ સ્પર્ધામાં ભારત 3 ગૉલ્ડ, એક સિલ્વર અને નવ બ્રોન્ઝ જીતી ચુક્યુ છું. ભારતને ત્રીજો ગૉલ્ડ ઉત્તરાખંડનાં અનુકુમારે 54.11 સેકેન્ડમાં દોડ પુરી કરીને અપાવ્યો છે. ઇરાનનો અબ્દુલ રહીમ ડી બીજા નંબરે અને જાપાનનો ફુકી તોરી ત્રીજા નંબરે રહ્યો હતો.

ભારતીય એથલિટ જિશ્ના મેથ્યૂઝે એશિયાઇ જૂનિયર એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં બીજા દિવસે 400 મીટર સ્પર્ધામાં ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જિશ્નાએ મહિલાઓની 400 મીટરની દોડ 53.26 સેકન્ડમાં પૂર્ણ કરીને પ્રથમ સ્થાને રહી હતી. શ્રીલંકાની દિલશી કુમારસિંઘેએ બ્રોન્ઝ અને ચીની તાઇપૈની જુઇ હસ્યુઆન યાંગએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારત તરફથી લાંબીકૂદમાં જૂનિયર રાષ્ટ્રીય રેકોર્ડધારી ખેલાડી એમ શ્રીશંકર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 7.99 મીટરનું પુનરાવર્તન ન કરી શક્યો. તેણે ભારતને 7.47 મીટરની છલાંગ લગાવીને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.