junior hockey world cup Despite Sanjay's hat-trick, India lost 4-5 to France
  • Home
  • Sports
  • Other Sports
  • જુનિયર હોકી વર્લ્ડ કપ । સંજયની હેટ્રિક છતાં ભારત ફ્રાન્સ સામે 4-5થી હાર્યું

જુનિયર હોકી વર્લ્ડ કપ । સંજયની હેટ્રિક છતાં ભારત ફ્રાન્સ સામે 4-5થી હાર્યું

 | 7:17 am IST
  • Share

  • ફ્રાન્સ માટે સુકાની તિમોથી ક્લેમેન્ટે પણ ગોલની હેટ્રિક નોંધાવી 

  • ભારત માટે અન્ય એક ગોલ ઉત્તમસિંહે 10મી મિનિટે નોંધાવ્યો હતો

ઉપસુકાની સંજયે ગોલની હેટ્રિક નોંધાવી હોવા છતાં ટાઇટલ માટેની દાવેદાર યજમાન ભારતીય ટીમનો ફ્રાન્સ સામે એફઆઇએચ જુનિયર હોકી વર્લ્ડ કપના ગ્રૂપ-બીના પ્રારંભિક મુકાબલામાં 5-4થી પરાજય થયો હતો. ફ્રાન્સ માટે સુકાની તિમોથી ક્લેમેન્ટે પહેલી, 23મી તથા 32મી મિનિટે ગોલ કર્યા હતા. બેન્જામિન માર્કે સાતમી તથા કોરેન્ટિન સેલિયરે 48મી મિનિટે ગોલ કર્યા હતા. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત માટે સંજયે 15મી, 57મી તથા 58મી મિનિટે ત્રણ પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવીને હેટ્રિક નોંધાવી હતી. ભારત માટે અન્ય એક ગોલ ઉત્તમસિંહે 10મી મિનિટે નોંધાવ્યો હતો.  

ફ્રાન્સના સુકાની મેચની પ્રથમ મિનિટે જ ભારતીય ડિફેન્સની ભૂલનો ફાયદો ઉઠાવીને ગોલ નોંધાવ્યો હતો. ગણતરીની મિનિટોમાં માર્કે ગોલ નોંધાવીને ભારતને દબાણ હેઠળ લાવી દીધું હતું. મેચની 10મી મિનિટે ઉત્તમસિંહે ગોલ કરીને સ્કોર 2-1નો કર્યો હતો. પાંચ મિનિટ બાદ સંજયે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી ભારત માટે સ્કોર 2-2નો કર્યો હતો. બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં ફ્રાન્સના સુકાની તિમોથીએ વધુ બે ગોલ કર્યા હતા અને સ્કોર 4-2નો કર્યો હતો. મેચમાં પાછા ફરવા માટે ભારતે ચોથા ક્વાર્ટરમાં વધારે આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું પરંતુ 48મી મિનિટે ફરીથી ડિફેન્સ હરોળની લાપરવાહીના કારણે સેલિયરે ગોલ કરતાં ફ્રાન્સે 5-2ની લીડ મેળવી હતી. ભારતને 57મી તથા 58મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યા હતા જેને સંજયે ગોલમાં ફેરવીને ભારત માટે આશા ઊભી કરી હતી પરંતુ અંતિમ અઢી મિનિટમાં ભારતને સફળતા હાંસલ થઈ નહોતી.

હોલેન્ડે કોરિયાને 12-5થી હરાવ્યું

જુનિયર હોકી વર્લ્ડ કપમાં નેધરલેન્ડ્સે કોરિયાને 12-5ના સ્કોરથી પરાજય આપ્યો હતો. મેચમાં કોરિયાની શરૂઆત શાનદાર રહી હતી પરંતુ તેનો અંત અત્યંત નિરાશાજનક રહ્યો હતો. પ્રથમ 10 મિનિટમાં જ બંને ટીમોએ ગોલ કરીને સ્કોર 1-1નો કર્યો હતો. ત્યારબાદ નેધરલેન્ડ્સે રમત ઉપર પોતાનું પ્રભુત્વ મેળવી લીધું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો