Junior Hockey World Cup kicks off today with India-France match
  • Home
  • Sports
  • ભારત-ફ્રાન્સના મુકાબલા સાથે આજથી જુનિયર હોકી વર્લ્ડ કપનો પ્રારંભ

ભારત-ફ્રાન્સના મુકાબલા સાથે આજથી જુનિયર હોકી વર્લ્ડ કપનો પ્રારંભ

 | 7:38 am IST
  • Share

  • ભારત 2001 અને 2016માં ચેમ્પિયન બની ચૂક્યું છે

  • આજે સાંજે 7.30 કલાકે મેચ રમાશે

  • ભારતીય જુનિયર હોકી ટીમ ફ્રાન્સ સામે લડશે મેચ

 

ભારતીય જુનિયર હોકી ટીમ ફ્રાન્સ સામે બુધવારે જુનિયર હોકી વર્લ્ડ કપના પ્રથમ મુકાબલા માટે મેદાનમાં ઊતરશે ત્યારે ટાઇટલનું ડિફેન્સ કરવા માટે તેમની પ્રેરણા સિનિયર ટીમ રહેશે જેણે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ભારતની સિનિયર મેન્સ હોકી ટીમે 41 વર્ષના લાંબા ગાળા બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. જુનિયર ટીમનો ટાર્ગેટ ત્રીજા વર્લ્ડ કપ ઉપર રહેશે. સૌથી પહેલાં ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ ખાતે 2001માં ભારતે વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ 2016માં લખનઉ ખાતે રમાયેલી જુનિયર લેવલની આ મેગા ઇવેન્ટ જીતી હતી. સિનિયર ટીમમાં સ્થાન મેળવવા માટે જુનિયર હોકી વર્લ્ડ કપને મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ માનવામાં આવે છે.  

ગ્રૂપ-એ  । બેલ્જિયમ, મલેશિયા, સાઉથ આફ્રિકા, ચિલી 

ગ્રૂપ-બી  । ભારત, કેનેડા, ફ્રાન્સ, પોલેન્ડ 

ગ્રૂપ-સી  । નેધરલેન્ડ્સ, સ્પેન, કોરિયા, યુએસએ 

ગ્રૂપ-ડી  । જર્મની, આર્જેન્ટિના, પાકિસ્તાન, ઇજિપ્ત  ગ્રૂપ-એ : બેલ્જિયમ વિ. સાઉથ આફ્રિકા, સવારે 9 : 30 વાગ્યે 

ગ્રૂપ-એ : મલેશિયા વિ. ચિલી, બપોરે 12 : 00 વાગ્યે 

ગ્રૂપ-ડી : જર્મની વિ. પાકિસ્તાન, બપોરે 2 : 30 વાગ્યે 

ગ્રૂપ-બી : કેનેડા વિ. પોલેન્ડ, સાંજે 5 : 00 વાગ્યે2016ની જુનિયર વર્લ્ડ કપ ટીમમાં સામેલ નવ ખેલાડીઓ ટોક્યો ગેમ્સમાં રમ્યા હતા

વિવેક સાગરના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ પોતાના પ્રદર્શનના આધારે સિનિયર પસંદગીકારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે. ટૂર્નામેન્ટ પહેલાં સિનિયર ખેલાડીઓ સાથે રહેવાનો, પ્રેક્ટિસ કરવાનો તથા મેચ રમવાનો તેમને ફાયદો થઈ શકે છે. મનપ્રીતસિંહ તથા પીઆર શ્રાીજેશ જેવા ખેલાડીઓ ઉપરાંત મુખ્ય કોચ ગ્રેહામ રીડે જુનિયર ટીમ સાથે ઘણી મહેનત કરી છે જેના કોચ બીજે કરિયપ્પા છે. પ્રસાદ ટોચના સ્તરે રમી ચૂક્યો છે અને ઓલિમ્પિક મેડલ પણ હાંસલ કર્યો છે. સ્ટાર ડ્રેગ ફ્લિકર સંજય ઉપસુકાની રહેશે. પ્રસાદે જણાવ્યું હતું કે, અમારી ટીમ 2016માં ચેમ્પિયન બની હતી અને હવે વધુ એક વખત ઘરઆંગણે રમવાનો ફાયદો ઉઠાવીને વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરીશું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો