મજાક-મસ્તીભર્યું જીવન પસાર કરતી હતી આ પરિવારની લાડકી - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • મજાક-મસ્તીભર્યું જીવન પસાર કરતી હતી આ પરિવારની લાડકી

મજાક-મસ્તીભર્યું જીવન પસાર કરતી હતી આ પરિવારની લાડકી

 | 12:28 am IST

મમ્મી, પપ્પા, દાદા, દીદી અને નાનો ભાઇ આ બધા સાથે ક્યાં સવાર થતી ક્યાં સાંજ ખબર જ ન હતી પડતી. તેવા પરિવારમાં રહેતી તેમની દીકરી ધાત્રી. ધાત્રી પરિવારમાં મોટી દીકરી હતી, તેથી તે પોતાના ભાઇનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. પરંતુ ઘરમાં મોટું સંતાન હોવાથી દાદા-દાદી ખૂબ જ લાડ લડાવતા હતા. ધાત્રી પણ ખૂબ જ ખુશ મિજાજની અને મજાક મસ્તી, તોફાન કરતી હંમેશાં રહેતી હતી. પરિવારના સભ્યો સાથે તેને હળીમળીને રહેવું ખૂબ જ ગમતું હતું.

પરંતુ જો ધાત્રીના સ્વભાવની વાત કરીએ તો તે બહાર જે દેખાતી હતી, તેના કરતા તે જુદા પ્રકારના વિચારો ધરાવતી હતી. તેને લોકોનો સાથ ગમતો હતો, પરંતુ તે પોતાનામાં મસ્ત અને ખુશ રહેતી હતી, તેને એકલું બેસવું, અવનવા વિચારો કરવા ખૂબ જ ગમતા હતા. તેને પોતાના દાદા-દાદી સાથે રહેવું તેને ખૂબ જ ગમતું હતું. એમ પણ કહી શકાય કે તેને તેના દાદા-દાદીએ જ મોટી કરી હતી. ધાત્રી નાની હતી ત્યારથી તેના દાદા તેને ગાર્ડનમાં ફરવા લઇ જતા, તેને રમકડાંનો ખૂબ જ શોખ હતો. તેથી દાદાએ પોતાની લાડલી માટે જાતે રમકડાં પણ બનાવ્યાં હતાં, જેનાથી હંમેશાં ધાત્રી રમતી આ રમકડાં તો તેની ફ્રેન્ડઝને પણ રમવા આપતી ન હતી, તે પોતાની વસ્તુ માટે પહેલેથી થોડી પઝેસિવ રહેતી, તેમાં પણ જો તે વસ્તુ તેના પરિવારના સભ્યોમાંથી કોઇએ આપી હોય તો પછી તે વસ્તુ તે કોઇ અન્યને આપતી ન હતી.

ધાત્રીના પરિવારમાં દીકરા દીકરી વચ્ચે કોઇ પ્રકારનો ફેર ન હતો, પરંતુ ધાત્રી પોતાની મમ્મીની વધારે નજીક હતી. સામાન્ય રીતે દીકરી પોતાના પિતાની વધારે નજીક હોય છે. પરંતુ ધાત્રી તેના પિતાથી ડરતી હતી. તેને કોઇ એવો પિતાનો ખાસ ડર ન હતો, પણ તે પિતા સાથે વધારે વાત કરી શક્તી ન હતી. જ્યારે તેના મનમાં તેના પિતા માટે ખૂબ જ પ્રેમ અને માન હતું. પણ તેને વ્યક્ત કરવામાં અસફળ રહેતી હતી. તે પોતાના મનની વાત તેની મમ્મી સાથે શેર કરતી હતી. ધાત્રીને નાનપણથી દરેક છોકરીઓની જેમ તૈયાર થવું કપડાંની ખરીદી કરવાનો ખૂબ જ શોખ હતો. ધાત્રી જ્યારે સ્કૂલમાં હતી, ત્યારે તેના ઘરથી નજીક સ્કૂલ હતી, એટલે તે ૧થી ૭ ધોરણમાં તો સામાન્ય બાળકની જેમ સ્કૂલે જતી, દાદા-દાદી સાથે સમય પસાર કરતી, નાના ભાઇ સાથે રમી લેતી હતી. પરંતુ તે આઠમાં ધોરણમાં આવી ત્યારે તેનામાં થોડા બદલાવ આવવાના શરૂ થયા. ધાત્રી આઠમા ધોરણથી સ્કૂલ બદલી હતી, તે સ્કૂલ ઘણી દૂર હતી. ધાત્રી દેખાવડી હતી, તેના કારણે ઘણા છોકરાઓ તેને હેરાન કરતા હતા, તે છોકરાઓનું આકર્ષણ બની હતી, પરંતુ આ બધી બાબતોનું તેને ખૂબ જ નવાઇ લાગતી હતી, તે આ વાત સમજી શક્તી ન હતી, કે કેમ છોકરાઓ તેને ફોલો કરે છે, કમેન્ટ કરે છે, તેની પાછળ ફરે છે, તે ટયુશન જતી ત્યાં પણ છોકરાઓ તેની પાછળ જતા હતા.

આ બધાથી કંટાળીને તેણે એક દિવસ ઘરે જઇને પોતાની મમ્મીને શાંતિથી બેસાડીને બધી વાત કરી, તેની મમ્મીએ ધાત્રીના પપ્પાને આ વિશે વાત કરી. (ક્રમશઃ)