ગુરુ અને શુક્રનો ઉદય - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS

ગુરુ અને શુક્રનો ઉદય

 | 4:45 am IST

જ્યોતિષ શાસ્ત્રમાં વસંત પંચમીનો આખો દિવસ શુભ મુહૂર્તનો જ ગણવામાં આવે છે. આમ છતાં આ વખતે વસંત પંચમીએ કોઈ જ શુભ કાર્ય જોવા મળ્યા નહીં. આમ થવાનું કારણ એ છે કે તિથિ ભલે વસંત પંચમીની હોય એ દિવસે ગુરુ અને શુક્રનો અસ્ત હતો. ગુરુ અને શુક્રનો લોપ (અસ્ત) હોય ત્યારે વિવાહ, વાસ્તુ અને જનોઇના કાર્ય થતા નથી. આ વર્ષે તા. ૩૧ જાન્યુઆરી સુધી શુક્રનો અસ્ત (લોપ) હતો. તેથી આ દિવસોમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવ્યા નથી.

હવે તા. ૧ ફ્ેબ્રુઆરીથી શુક્રનો ઉદય (દર્શન) થઈ ગયો છે. તેથી ૧ ફેબ્રુઆરી પછીથી બધા જ શુભ કાર્યોના મુહૂર્ત આવી રહ્યા છે. હવેના દિવસોમાં શુક્રના ઉદયના કારણે લગ્ન-જનોઇ- વાસ્તુ વગેરેનાં શુભ મુહૂર્તો આવે છે.

સામાન્ય રીતે વદ ચૌદશ અમાસના દિવસોમાં ચંદ્ર આપણને જોવા મળતો નથી. કારણ કે સામાન્ય માનવીની ભાષામાં કહીએ તો ચંદ્ર તેનાથી ઘણા તેજસ્વી સૂર્યની આભામાં આવી ગયો હોય છે. આ ચંદ્ર પૃથ્વીથી નજીક હોવાથી ઝડપી ગતિનો છે. તેથી સુદ એકમ તિથિ પૂર્ણ થતાં સાંજે ઔપિૃમ ક્ષિતિજે સાવ પાતળી કળાનો નૂતન ચંદ્ર જોવા મળે છે. જેને આપણે ચંદ્રદર્શન કહીએ છીએ.

આકાશમાં રાશિમંડળમાં સૂર્યની આસપાસ અન્ય ગ્રહો મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, હર્ષલ, નેપ્ચ્યુન, પ્લૂટો વગેરે ગ્રહો પોતાની ભમણ કક્ષામાં – નિયત ગતિમાં ભ્રમણ કરતાં રહે છે. આમાંથી આકાશદર્શન તથા ખગોળ પરિચય માટે મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ પાંચ ગ્રહોનું મહત્ત્વ વધારે હોવાથી પંચાંગમાં તેઓની ગતિ- સ્થિતિ- લોપ (અસ્ત) તથા દર્શન (ઉદય) વગેરે માહિતી આપવામાં આવે છે. મુહૂર્તશાસ્ત્રમાં ગુરુ અને શુક્ર એ બે ગ્રહોને વિશેષ મહત્ત્વ આપ્યું છે. તેથી આ ગ્રહોના અસ્ત પછી કોઈ શુભ મુહૂર્ત બનતું નથી અને ઉદય પછી શ્રેણીબદ્ધ મુહૂર્ત જોવા મળે છે.

ગુરુ શુક્રના અસ્ત સમેય વિવાહ કેમ નથી થતા ? શુક્ર ભોગ-વિલાસનો કુદરતી કારક હોવાથી તે દાંપત્ય સુખનો પ્રતિનિધિ છે. એ જ રીતે ગુરુ કન્યા માટે પતિકારક હોય છે. આ બંને અસ્ત હોય તો વિવાહ અને દાંપત્ય ઇષ્ટ પછી જ વિવાહ કરવામાં શાસ્ત્રોની સંમતિ છે.

અત્રે એક વાત ખાસ યાદ રાખવી જરૂરી છે. ઉદય એટલે ઉગવું અને અસ્ત એટલે આથમવું. આ બે ઘટના સાપેક્ષ હોય છે. એટલે કે જે તે સ્થળે પ્રૃથ્વીની ક્ષિતિજના પરિપ્રેક્ષ્યમાં હોય છે. જ્યારે લોપ (અદ્રશ્ય) અને દર્શન (દ્રશ્ય) એ બે બાબતો સૂર્યની આભામાં આવવાથી અને સૂર્યની આભામાંથી બહાર નીકળવાની ઘટના છે. આ બંને ઘટનાઓ તદ્દન જુદી છે અને એટલા માટે જ બંને ઘટનાઓ માટેના શબ્દો પણ જુદા જુદા રચવામાં આવ્યા છે.

મુહૂર્તશાસ્ત્રમાં ગુરુ અને શુક્ર એ બે ગ્રહોને વિશેષ મહત્ત્વ આપવા પાછળ પ્રયોજન વિચારવા જેવું છે. ગુરુ એટલે વિદ્યા, સમજ, જ્ઞાાન, સંતાન, વિસ્તાર, વિકાસ વગેરે બાબતોનો કારક ગ્રહ. શુક્ર એટલે સૌંદર્ય, શીલ, કામ, દાંપત્ય, કલા, સંગીત, શૃંગાર વગેરેનો અધિપતિ ગ્રહ.

વાચકોમાંથી જિજ્ઞાાસુ લોકોને જાણકારી હશે જ કે ચંદ્રની માફ્ક શુક્રની પણ વિવિધ કળા જોઇ શકાય છે. શુક્રના લોપકાળ દરમિયાન તે નરી આંખે દેખાતો નથી. પરંતુ દૂરબીનમાંથી તે જોઇ શકાય છે. માત્ર સૂર્ય અને શુક્રની યુતિની આસપાસના કેટલાક દિવસ સુધી સૂર્ય અને શુક્ર ગ્રહ એકબીજાની વધુ નજીક હોવાથી દૂરબીનની મદદથી પણ જોઇ શકતા નથી.

વર્ષો અગાઉ ગ્રહલાઘવી પંચાંગોનું ચલણ હતું. પરંતુ તેની ગણતરીમાં વધુ સૂક્ષ્મતા નહીં જળવાતાં પંચાંગની ખગોલિય વિગતો (યુતિ, લોપ, દર્શન, ગ્રહણના સ્પર્શ અને મોક્ષના સમય) અને પ્રત્યક્ષ આકાશમાં તે ઘટના વચ્ચે નોંધપાત્ર તફવત આવતો હતો. આ પ્રકારની સ્થૂળતા વિદ્વાનોને ખૂંચતી હતી. ગુરુ – શુક્રના લોપ દર્શન તથા સિંહસ્થ ગુરુ ( સિંહ રાશિમાં ગુરુનું ભ્રમણ ) સમયે લગ્ન, જનોઇ, વાસ્તુના શુભ મુહૂર્તો બાબતે લોકોમાં અજંપો અને અસંતોષ જોવા મળતા હતા.

આવા સમયે સૂક્ષ્મ ગણિતવાળા પ્રત્યક્ષ પંચાંગ હોય તો વધુ યોગ્ય રહે. ઇ.સન ૧૯૪૪-૪૫ના અરસામાં આવી સ્થિતિ આવી હતી. ત્યારે મુમુક્ષુઓનો અસંતોષ દૂર કરવા માટે સંદેશ અખબાર દ્વારા ખગોળસૂક્ષ્મ સમૃદ્ધ પ્રત્યક્ષ પંચાંગ પ્રસિદ્ધ કરવાનું નક્કી થયું. પરિણામે ઇ.સન ૧૯૪૪માં વિક્રમ સંવત ૨૦૦૧નું ‘પ્રત્યક્ષ પંચાંગ’ પ્રકાશિત થયું. હતું.

આગામી તા. ૧ ફ્ેબ્રુઆરીથી શુક્રનો ઉદય (દર્શન) થાય છે. આ શુક્ર તા. ૧૭ ઓક્ટોબર સુધી સતત સાંજે પિૃમ ક્ષિતિજે જોવા મળશે. શુક્રના દર્શન (ઉદય) પછી સતત શુભ માંગલિક મુહૂર્તો આવે છે. ચૈત્ર સુદ બીજ (તા. ૧૯ માર્ચ) અને વૈશાખ સુદ બીજ (તા. ૧૮ એપ્રિલ) ના દિવસે સાંજે પિૃમના આકાશમાં ચંદ્ર શુક્રની સુંદર યુતિ જોવા મળશે. સાહિત્યકાર કાકાસાહેબ કાલેલકરે ચંદ્ર શુક્રની યુતિને ‘દેવોનું કાવ્ય’ એવી સુંદર ઉપમા આપી છે. તો આજે સાંજથી તમે શુક્રનો ઉદય જોઈ જાણી શકશો. જિજ્ઞાાસુ વાચકોને શુક્ર ઉદય દર્શન થાય એવી શુભેચ્છા!

સિનેજગતની ચકાચૌંધ, ફેશનેબલ વસ્ત્રોમાં ફરતા યુવાઓ, વિપરિત લિંગની વ્યક્તિઓ પ્રત્યે વધતું આકર્ષણ… આ બધું જ શુક્રના પ્રભાવથી થાય છે. જો શુક્રનો સારો પ્રભાવ કુંડળીમાં હોય તો વ્યક્તિને વિશ્વમાં ટોચના સ્થાને મૂકી દે છે. શરત માત્ર એટલી કે અન્ય ગ્રહો કુંડળીમાં એવા સ્થાને હોય કે તે આર્થિક મદદ કરે.

શુક્રનો પ્રભાવ સમજવા માટે સિનેજગતના બે કલાકારોનું ઉદાહરણ લઈ શકાય. અમિતાભ બચ્ચન અને પરેશ રાવલ બંને જ્યોતિષી પરિવારમાંથી આવે છે. બંનેની કુંડળીઓ લગભગ ઠીકઠાક છે. અમિતાભ અભિનયમાં જાણીતું નામ છે.

અમિતાભને પ્રસિદ્ધિ અને પૈસો બંને પુષ્કળ મળ્યા છે. તેની સામે પરેશ રાવલ વધુ સારા કલાકાર હોવા છતાં પ્રસિદ્ધિ અને પૈસામાં અમિતાભની હરોળમાં નથી આવતા. કારણ કુંડળીની ગ્રહદામાં તફાવત છે. અમિતાભ બચ્ચન પર જ્યારે આર્થિક સંકટ આવ્યું હતું. ત્યારે જયપુરના એક પંડિતે તેમને નીલમ પહેરવાની સલાહ આપી હતી. અમિતાભેએ સલાહ માની લીધી અને પરિણામ આજ આખું જગત જાણે છે.

શુક્ર કુંડળીમાં કન્યા રાશિમાં હોય તો નીચ ભાવનો અને મીન રાશિમાં હોય તો ઉચ્ચ ભાવનો ગણાય છે. જો શુક્ર ઉચ્ચ ભાવનો હોય તો વ્યક્તિએ ઓપલ ધારણ કરવું જોઈએ. એથી પ્રસિદ્ધિ અને સંપત્તિમાં અનહદ વધારો થાય છે.

કુંડળીમાં શુક્ર હોય, પરંતુ જો શનિ ધીમો પડે તો શુક્રનો સાથ છૂટી જાય છે. પછી એ વ્યક્તિને શુક્રના પ્રભાવનો લાભ મળતો નથી.

જો કુંડળીમાં શુક્ર હોય તો સ્ત્રી હોય કે પુરુષ તેનામાં આત્મવિશ્વાસ ભરપૂર હોય છે. પુરુષો પ્રત્યે સ્ત્રીઓ સામેથી આકર્ષણ પામે છે અને મહિલાઓ તરફ પુરુષો સામેથી આકર્ષાતા રહે છે. એ વ્યક્તિ ધનવાન અને સાધન સંપન્ન હોય છે. આવા સ્ત્રી-પુરુષને સાહિત્ય અને અભિનયમાં ખૂબ જ રસ હોય છે.

શુક્રને મજબૂત રાખવા શું કરવું?

શુક્રને મજબૂત રાખવા માટે તેને આનંદમાં રાખવો. એ માટે લક્ષ્મીની ઉપાસના જરૂર કરવી.

સફેદ વસ્ત્રોનું દાન કરવું.

રોજના તમારા ભોજનનો એક ભાગ ગાય, શ્વાન અને કાગડાને અવશ્ય આપવો.

શુક્રવારે વ્રત કરવું.

વ્રત માટે નહાઈ-ધોઈને પવિત્ર થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી સાચા દિલથી શુક્રદેવનું સ્મરણ કરવું અને મનમાં સતત તેની આરાધના કરવી.

શુક્રવારે ખાટો પદાર્થ ખાવાનંુ તો ઠીક સ્પર્શ પણ ન કરવો.

પોતાની જાતને અને આખા ઘરને સ્વચ્છ અને પવિત્ર રાખો.

ઘરમાં સુગંધિત પદાર્થો પેટાવીને વાતાવરણ પવિત્ર બનાવો.

તમારા શરીર ઉપર પણ સુગંધિત પદાર્થો ધારણ કરો. અત્તર લગાવી શકાય.

શુક્ર પ્રતિકૂળ હોય તો શું કરવું?

શુક્રના વૈદિક મંત્રના ૨૬૦૦૦ જાપ અને બીજ મંત્રના ૧૦૪૦૦ જાપ કરાવડાવીને હવન કરવો

ગાયની સેવા કરવી

શુક્રસ્ત્રોતનો પાઠ નિયમિત કરવો

નારી જાતિનું ખૂબ જ સન્માન કરવું

સફેદ ચમકતા વસ્ત્રો ધારણ કરવા

સુગંધિત તેલ અને અત્તર વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવો

ઔદુમ્બર વૃક્ષના મૂળનો કટકો સફેદ દોરામાં જમણા હાથે બાંધવો