આવતીકાલે આ રાશિના લોકો માટે ખાસ દિવસ, બધી મનોકામનાઓ થશે પૂરી - Sandesh
  • Home
  • Astrology
  • આવતીકાલે આ રાશિના લોકો માટે ખાસ દિવસ, બધી મનોકામનાઓ થશે પૂરી

આવતીકાલે આ રાશિના લોકો માટે ખાસ દિવસ, બધી મનોકામનાઓ થશે પૂરી

 | 12:09 pm IST

બે મહિના માટે ગુરુ વક્રી થવા જઈ રહ્યો છે. 9 માર્ચ 2018 થી 11 જુલાઈ 2018 સુધી ગુરુ વક્રી સ્થિતિમાં રહેશે. ગુરુ અત્યારે તુલા રાશિમાં છે. જ્યોતિષમાં ગુરુને મહત્વપૂર્ણ અને શુભ ગ્રહ માનવામાં આવે છે. ગુરુ વક્રી થવાને કારણે તેની અસર રાશિ પર પણ પડશે.

મેષ રાશિ- ગુરુ વક્રી થવાને લીધે મેષ રાશિના જાતકોને કેટલીક ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. કાયદાકિય વાદ-વિવાદ થઈ શકે છે. પરંતુ ખરાબ સમયમાં પરિવારના લોકોનો સપોર્ટ મળશે.

વૃષભ રાશિ- ગુરુ વક્રી થવાથી આ રાશિના જાતકોને લાભ થશે. તેમજ અટવાયાલા કામ સફળ થશે અને આવકમાં પણ વધારો થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે.

મિથુન રાશિ- મિથુન રાશિ માટે ગુરુ વક્રી થવાથી તેની અસર આ રાશિમાં જાતકો પર નહીં પડે. માન-સન્માન વધશે. વિદેશ જવાનું થઈ શકે છે.

કર્ક રાશિ – ગુરુનુ વક્રી થવાથી આ રાશિના જાતકોને સૌથી વધારે લાભ થશે. આ દરમિયાન કોઈ એવી ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. તેમજ આગળ જતા ફાયદો થાય તેવી સંભાવના છે.

સિંહ રાશિ – સિંહ રાશિ માટે ગુરુ ત્રીજા સ્થાને છે. આ રાશિના જાતકોને અચાનક ધન લાભ થઈ શકે છે. સંપતિમાંથી પણ તમને લાભ મળી શકે છે. પરિવાર અને મિત્રોનો સહકાર મળશે. વિદેશ જવાનો યોગ પણ બનશે.

કન્યા રાશિ- આ રાશિ માટે ગુરુ દ્વિતીય ભાવમાં પરિવર્તન થઈ રહ્યો છે, જેના કારણે આવનાર સમય કન્યા રાશિ માટે શુભ રહેશે. વેપારમાં વધારો થશે જેના કારણે વેપાર વિસ્તાર વધારવામાં મદદ મળશે.

તુલા રાશિ- સમાજમાં માન-સન્માન વધશે. જમીન સંબંધી સંપતિમાં વધારો થશે. સંબંધો મજબૂત બનશે. આવકમાં પણ વધારો થશે. પરિવારમાં શુભ કાર્ય થશે. તેમજ આ રાશિના જાતકોને વિદેશ જવાનો યોગ બનશે.

વૃશ્ચિક રાશિ – ગુરુનું વક્રી થવાથી આ રાશિના જાતકોને ફાયદો થશે. નોકરીમાં પ્રમોશન મળશે. સરકારી ક્ષેત્રે બધા કામ થશે. વ્યવસાયમાં ઉન્નતિ થશે. મન પ્રસન્ન રહેશે.

ધન રાશિ- ધન રાશિ માટે ગુરુ એકાદશ ભાવમાં રહેશે. આવનાર સમયમાં નવી યોજનાથી સારી એવી સફળતા મળશે. તેમજ વેપાર-ધંધા માટે પણ આ સમય સારો રહેશે.

મકર રાશિ- ગુરુ વક્રી થવાથી મકર રાશિના લોકો માટે સારા સમાચાર લાવશે. વાદ-વિવાદ દૂર થશે. બધા ધાર્યા કામ પાર પડશે.

કુંભ રાશિ – આ રાશિ પર ગુરુનો પ્રભાવ ઓછો રહેશે. પ્રભાવી વ્યક્તિનો સહયોગ મળશે. અટકેલા કામ થઈ જશે. વ્યવસાયમાં ધન લાભ થશે. ધર્મમાં શ્રધ્ધા વધશે. માન સન્માનને લઈને થોડી ચિંતા રહેશે. નોકરીમાં થોડી મુશ્કેલી ઉભી થઈ શકે છે.

મીન રાશિ- મીન રાશિ પર કુંભ રાશિની જેમ ગુરુનો પ્રભાવ રહેશે. નવા કામમાં સફળતા મળશે. વ્યવસાયમાં ધન લાભ થશે.