ગુરુ કે વચન પ્રતીતિ ન જેહી ।  સપને હું સુગમ ન સુખ સિધિ લેહી ।। - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • ગુરુ કે વચન પ્રતીતિ ન જેહી ।  સપને હું સુગમ ન સુખ સિધિ લેહી ।।

ગુરુ કે વચન પ્રતીતિ ન જેહી ।  સપને હું સુગમ ન સુખ સિધિ લેહી ।।

 | 1:19 am IST

જેને ગુરુમાં વિશ્વાસ જ નથી તેને સ્વપ્નમાં પણ સુખ અને પોતાના ધ્યેયમાં સિદ્ધિ થતી નથી. અમારું કહેવું છે કે અમારી ચાર વાતોમાંથી બેને એકાંતમાં કરવી જોઈએ અને બે વાતોને દરેક સમયે કરવી જોઈએ. આ મેળવેલા જ્ઞાાનને કોઈને પણ જણાવવું નહીં. ચોથું તન-મન અને ધન ગુરુ મહારાજને અર્પણ કરવું જોઈએ. જેને આ શરતોના પાલનમાં નુકસાન લાગતું હોય તે બીજે ગમે ત્યાં જઈ આ વાતો પૂછી શકે છે. આ રસ્તો જબરજસ્તીનો નથી, આ તો પ્રેમનો રસ્તો છે. જેનું મન ચાહે તે આવે કે ના આવે. જેને શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમ નથી તે આ વાતોને જાણીને પણ દુઃખી રહે છે, કેમ કે જેને જે વાતમાં વિશ્વાસ હોતો નથી તેને વિવિધ પ્રકારના સંશયો થાય છે. ગીતામાં પણ કહ્યું છે કે-   ‘સંશય આત્મા વિનશ્યતિ।’

સંશયવાળા આત્માને ના અહીં શાંતિ મળે છે અને ના પરલોકમાં સદ્ગતિ મળે છે. તેથી ગુરુ ઉપર અટલ વિશ્વાસ રાખો. તેથી અમે બધાને કહીએ છીએ કે પહેલા ખૂબ સત્સંગ સાંભળો અને જ્યારે અહીં સચ્ચાઈ માલૂમ પડે અને સત્સંગ સાંભળતાં સાંભળતાં તમોને હૃદયમાં ભાવના થાય ત્યારે અમારી વાત સમજવી. જે અમારી પરીક્ષા લેવા આવે તેમનું ભલું કઈ રીતે થશે? તેનાથી તો એ સારું છે કે બીજા કોઈ ગુરુને શોધે જે તેમનો સંશય દૂર કરે. અમને જે મન આપશે તેને જ અમે સાધન બતાવીશું. જેણે સચ્ચાઈથી મન આપ્યું છે તેનું મન સાધનમાં પણ લાગે છે. જે કોઈ જેટલી પણ સેવા કરે છે તેને એટલું જ મળે છે. એમ ના માનતા કે એક ગરીબ વ્યક્તિ એક રૂપિયાની સેવા કરે છે અને એક અમીર વ્યક્તિ સો રૂપિયાની સેવા કરે છે અને અમીર વ્યક્તિ સો રૂપિયાની સેવા કરે છે અને અમીર વ્યક્તિ જો એ વાતનું અભિમાન કરે કે આનાથી વધારે સેવા આપી છે એટલે મારું મન વધુ લાગવું જોઈએ. પરંતુ તેણે ગરીબના પ્રમાણમાં વધુ સેવા કરી નથી. ભક્તિમાં તો શ્રદ્ધાની જરૂર છે.

શ્રી સતપાલજી મહારાજ