Jupiter retrograde move in Capricorn these 4 zodiac signs will get benefits
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • દેવગુરૂ બૃહસ્પતિ આજે મકર રાશિમાં થશે વક્રી, આ 4 રાશિને મળશે અઢળક લાભ

દેવગુરૂ બૃહસ્પતિ આજે મકર રાશિમાં થશે વક્રી, આ 4 રાશિને મળશે અઢળક લાભ

 | 12:36 pm IST
  • Share

કુંભ રાશિમાં ગોચર કરી રહેલ ગ્રહ ગુરુ 14 સપ્ટેમ્બર, મંગળવારે શનિની પોતાની રાશિ મકર રાશિમાં પ્રવેશ કરશે. મકર રાશિમાં ગુરુમાં હશે ગુરુ 20 નવેમ્બર સુધી આ અવસ્થામાં મકર રાશિમાં રહેશે એટલે કે ગુરૂ ઉલ્ટી ચાલ ચાલી વક્રી થશે. આ પછી તે ફરીથી કુંભ રાશિમાં ગોચર કરશે. શનિ હાલમાં મકર રાશિમાં બેઠા છે. આવી સ્થિતિમાં બૃહસ્પતિ અને શનિની યુતી થશે જે તમામ 12 રાશિઓ પર અસર કરશે.

ગુરૂના મકર રાશિમાં વક્રી થવાથી આ 4 રાશિને જબરદસ્ત લાભ મળશે
મેષ રાશિ
ગુરુ મેષ રાશિમાં 10માં સ્થાનમાં વક્રી અવસ્થામાં રાશિ પરિવર્તન કરશે. આ સમયગાળા દરમિયાન વેપારીઓ નફો મેળવી શકે છે. તમારું એક પછી એક અટવાયેલું કામ પૂર્ણ થશે નોકરી કરતા લોકોની આવકમાં વધારો થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. તમને અચાનક ધનલાભ પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ
ગુરુ તમારી રાશિમાં નવમા સ્થાનમાં ગોચર કરશે. આ સમય દરમિયાન તમને ભાગ્યનો સહયોગ મળશે. નોકરી શોધી રહેલા લોકો માટે સારા સમાચાર છે. જે લોકો વિદેશમાં કામ કરવા માગે છે તેઓ શુભ પરિણામ મેળવી શકે છે, જોકે આ માટે તમારે વધારે મહેનત કરવી પડશે. નવી આવકની તકો આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

કન્યા રાશિ
ગુરુ તમારી રાશિમાં પાંચમા સ્થાનમાં ગોચર કરશે. આ દરમિયાન, તમને કાર્યસ્થળ પર પ્રશંસા મળશે. આ રાશિ પરિવર્તન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. રોકાણ માટે આ શુભ સમય છે. તમને આ સમયગાળા દરમિયાન પૈસા કમાવવાની તક મળશે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત રહેશે.

મીન રાશિ
બૃહસ્પતિ તમારા 11મા સ્થાનમાં ગોચર કરશે. આ દરમિયાન, તમને શુભ પરિણામ મળશે અને તમને મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. તમારી ઓફિસમાં કામની પ્રશંસા થશે. આવકના નવા સ્ત્રોત ઉપલબ્ધ થશે. આ ગોચરનો સમયગાળો તમારા માટે શુભ પરિણામ લાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન