jupiter transit 2020 guru gochar makar rashi chaitra navratri
  • Home
  • Astrology
  • નવરાત્રિમાં બૃહસ્પતિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિઓની કિસ્મત ખુલી જશે

નવરાત્રિમાં બૃહસ્પતિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિઓની કિસ્મત ખુલી જશે

 | 12:43 pm IST

25 માર્ચથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ રહી છે જે 2 એપ્રિલે પૂર્ણ થશે. આ દરમિયાન ગુરૂ એટલે કે બૃહસ્પતિ ગ્રહ તેની રાશિ બદલશે. ગુરૂ 29 માર્ચે રાત્રે 7:08 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષ અનુસાર ગુરૂનું રાશિ પરિવર્તન ખુબજ અનુકુળ માનવામાં આવે છે કેમકે દેવ ગુરૂની દૃષ્ટિ અમૃત સમાન માનવામાં આવે છે.

ગુરૂ એક શુભ ગ્રહ છે અને તમામ માટે સારા પરિણામ લઈને આવે છે. ગુરૂનું મકર રાશિમાં ગોચર આ 5 રાશિઓવાળા માટે ખુબજ લાભ અપાવનાર છે.

મેષ રાશિ
સમયના તકાજાને સમજજો. વિવેકબુદ્ધિથી નિર્ણય ફળદાયી નીવડશે. મતભેદો નિવારી લેજો. ખર્ચાળ પ્રસંગ.

વૃષભ રાશિ
માનસિક તણાવ અને ચિંતાનો બોજ ઊતરતો જણાય. મહેનતનું શુભ પરિણામ આવતું જોવાય. મિલન-મુલાકાત.

મિથુન રાશિ
ધાર્યા કામમાં વિઘ્ન હશે તો દૂર થાય. નસીબ આડેનું પાંદડું દૂર થવાની આશા રહે. સ્વજનથી ગેરસમજ નિવારજો.

કર્ક રાશિ
કાર્ય સફળતા અને પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય. નિરાશાનાં વાદળ વિખેરાતાં લાગે. પ્રિયજનનો સહકાર.

સિંહ રાશિ
આર્થિક આયોજન અને વિકાસ તરફ ધ્યાન આપજો. ગણતરી ઊંધી વળી ન જાય તે જોજો. કૌટુંબિક અશાંતિ અટકાવજો.

કન્યા રાશિ
હકારાત્મક બનીને ધીરજથી વર્તશો તો ઇષ્ટફળ સારું મળે. મનમેળ સાધી લેજો.

તુલા રાશિ
આપના માર્ગ આડેના કોઈ અંતરાયને પાર કરવામાં વિલંબ વધતો લાગે. આપની ગૃહજીવનની કામગીરી અંગે સાનુકૂળતા.

વૃશ્ચિક રાશિ
લાભ યા સફળતા અટકતા લાગે. વધુ યત્નો જરૃરી. અકસ્માતથી સાવધ રહેવું.

ધન રાશિ
આપની ઇચ્છા કે જિદ મુજબ ફળ મળવું મુશ્કેલ લાગે. સમાધાનકારી વલણ કામ લાગે.

મકર રાશિ
સામાજિક કામ-પ્રસંગ માટે સાનુકૂળતા. આર્થિક તંગી જણાય. સ્વજનથી સહકાર.

કુંભ રાશિ
આપની સમસ્યાઓને સૂલઝાવી શકશો. મિલન-મુલાકાત. ગૃહજીવનમાં સંવાદિતા.

મીન રાશિ
આપના વિરોધીઓના હાથ હેઠાં પડે. ફતેહની તક. કુદરતી મદદ મળે.

આ વીડિયો જુઓ: શક્તિ સ્વરૂપા દેવી દુર્ગાની કલ્યાણકારી આરતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન