Jupiter transit in Sagittarius 2020 predictions effects on zodiac signs
  • Home
  • Astrology
  • બૃહસ્પતિએ ધન રાશિમાં કર્યુ ગોચર, ગુરૂ રાહુનો રચાયો અશુભ યોગ, આ રાશિઓની વધશે મુશ્કેલી

બૃહસ્પતિએ ધન રાશિમાં કર્યુ ગોચર, ગુરૂ રાહુનો રચાયો અશુભ યોગ, આ રાશિઓની વધશે મુશ્કેલી

 | 3:32 pm IST

ગઈ કાલે મંગળવારે 30 જૂને ગુરૂએ રાશિ પરિવર્તન કર્યુ છે. આ દિવસે ગુરૂએ ધન રાશિમાં ગોચર કર્યુ. ગુરૂના ધન રાશિમાં ગોચરથી ગુરૂ અને રાહુની દૃષ્ટી સંબંધ રચાઇ રહ્યો છે. જેને જ્યોતિષમાં ખુબજ અશુભ માનવામાં આવે છે. ગુરૂના આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓને ખુબજ સાવધાન રહેવુ પડશે.

તુલા રાશિ
આ રાશિના જાતકો ખુબજ મહેનત કરવાની જરૂર છે. ક્યારેક મહેનત પછી પણ ફળ ન મળે તેવુ બને. કિસ્મતનો સાથ ભાગ્યે જ મળશે. નવી યોજના ઘડતા પહેલા વીચારવુ. નિષ્ફળતા ઘેરી લેશે. જીવનસાથી સાથે ટક્કર થાય તેવા સંયોગ બની રહ્યા છે. આર્થિક ફટકો પડશે તેવી શક્યતા છે.

વૃશ્ચિક રાશિ
આ રાશિના જાતકો માટે આવનારો સમય કપરો જશે. આર્થિક સમસ્યાઓથી સંભાળીને રહેવુ. આવક કરતા જાવક વધશે. લેતી દેતી કરતા ખુબજ કાળજી રાખવી. વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવશે. સંતાનને સાચવવા.

મકર રાશિ
આ રાશિના જાતકોએ સંભાળીને રહેવુ. શત્રુઓથી સાવધાન રહેજો. ભાગદોડ રહેશે. ખરચાઓ પર લગામ રાખવી. કાર્યક્ષેત્રમાં સહયોગ મળશે. પરિવારમાં મતભેદ થાય તે નુકસાન કરશે.

કુંભ રાશિ
નાની નાની વાતમાં મન પર બોજ આવશે. સતત ચિંતાઓ સતાવશે. આવકના સાધનો વિકસાવજો. કામમાં મનને વ્યસ્ત રાખવુ. કોઇ માનસીક તાણ હેરાન કરશે. પરિવાર સાથે સમય વિતાવજો.

આ વીડિયો જુઓ: દર્શન કરીશું તાપીના વ્યારા ખાતે આવેલ સિદ્ધિ વિનાયક ધામના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન