Jupiter Transit In Scoripa Effect On Zodiac Sign Transit
  • Home
  • Astrology
  • વૃશ્ચિક રાશિમાં ગુરૂ ગોચર થશે, જાણો તેની ઝડપી ચાલથી કંઇ રાશિને થશે કેટલો લાભ

વૃશ્ચિક રાશિમાં ગુરૂ ગોચર થશે, જાણો તેની ઝડપી ચાલથી કંઇ રાશિને થશે કેટલો લાભ

 | 2:10 pm IST

વૈદિક જ્યોતિષમાં ગ્રહોના ગોચર (એક રાશિમાંથી બીજી રાશિમાં જવું)નું ખાસ મહત્વ છે. બૃહસ્પતિ ગ્રહને દેવગુરૂની ઉપાધિ પ્રાપ્ત છે અને તેને જીવનમાં ઉન્નતિનો કારક મનાય છે. આથી તેના ગોચરનું મહત્વ ખાસ વધી જાય છે. આ વખતે ગુરૂ 11મી ઑક્ટોબરના રોજ એટલે કે આજે સાંજે 7 વાગ્યે 19 મિનિટ પર વૃશ્ચિક રાશિમાં પ્રવેશી રહ્યો છે અને તેમાં 29મી માર્ચ સુધી રહેશે. ગુરૂ કોઇપણ એક રાશિમાં અંદાજે એક વર્ષ સુધી રહે છે પરંતુ આ વખતે તીવ્રગામી એટલે કે અતિચારી થઇ ગયો છે. તેના લીધે વૃશ્ચિક રાશિમાં માત્ર 6 મહિના સુધી જ રહેશે. ગુરૂનું અતિચારી હોવું શુભ મનાતું નથી. આવો જાણી એ ગુરૂની આ ગોચર અને તીવ્રગામીની તમારી રાશિ પર શું અસર પડશે…

મેષ: તમારે ધીરજથી કામ લેવું પડશે
આ ગોચર બાદ ગુરૂ તમારી રાશિમાં આઠમા ભાવમાં રહેશે. આ ભાવમાં ગુરૂનું હોવું શુભ સંકેત નથી. આ સમયગાળા દરમ્યાન તમારા ભાગ્યનો સાથ ઓછો જ મળશે. અસફળતાઓનો સામનો કરવો પડી શકે છે. ધન હાનિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખો. વેપારમાં રોકાણને લઇ ખાસ સાવધાની રાખો. પૈસાની બાબતમાં કોઇની પર પણ આંખ બંધ કરી વિશ્વાસ ના કરો. જો કે આ સમયગાળા દરમ્યાન તમે જો ધીરજ રાખશો તો તેનું શુભ ફળ પ્રાપ્ત તમને ચોક્કસ થશે. સંઘર્ષના આ સમયમાં વધુ યાત્રાથી બચો અને ગમે તેટલો સંઘર્ષ કરવો પડે, ખોટા રસ્તા પર ના જતાં. કારણ કે તમારો સમય ઝડપથી બદલાશે. આ સમય તમારી ધીરજની કસોટી કહી શકાય છે.

વૃષભ: લગ્નજીવન ખુશીઓથી ભરેલું રહેશે
ગુરૂ તમારી રાશિના સાતમા ભાવમાં ગોચર કરશે. આ ભાવ લગ્નજીવન સાથે જોડાયેલો છે. આ દરમ્યાન તમારું દાંપત્ય જીવન ખુશીઓથી ભરેલું રહેશે. આર્થિક મોર્ચા પર સમય તમારી સાથે રહેશે. વ્યવસાયમાં પાર્ટનરશીપથી લાભની આશા કરી શકાય છે. નોકરી અને કેરિયર સંબંધિત નિર્ણય સમજી વિચારીને લો. કારણ કે આનો દૂરગામી પ્રભાવ તમારા પર રહેશે અને યોગ્ય નિર્ણય વધુ લાભ અપાઇ શકે છે.

મિથુન: ધીરજની સાથે આગળ વધો
ગુરૂ તમારી રાશિના છઠ્ઠા ઘરમાં ગોચર કરશે. આ ઘરમાં ગુરૂનું આવવું ખૂબ જ શુભ મનાય છે કારણ કે આ સ્થિતિમાં શત્રુ વધુ પરેશાન કરવા લાગે છે. પારિવારિક જીવનમાં પણ મતભેદ થઇ શકે છે. આ સ્થિતિથી બચવા માટે મનને શાંત રાખવું અને ધીરજની સાથે આગળ વધવું. વાતચીતથી દરેક વિવાદને ઉકેલવાનો પ્રયાસ કરો. અતિથી બચો. આર્થિક સ્થિતિ વધુ ખર્ચના લીધે ડામાડોળ થઇ શકે છે. આથી ખર્ચ પર નિયંત્રણ રાખો. પાર્ટનરની સાથે વિવાદથી બચો. પ્રોફેશનલ લાઇફમાં ધીરજની સાથે મુશ્કેલીનું સામનો કરો, તમારો સમય પણ ઝડપથી આવશે.

કર્ક: આગળ વધવા માટે નવી તક મળશે
ગુરૂ તમારી રાશિના પાંચમા ભાવમાં ગોચર કરશે. ગુરૂની આ સ્થિતિ ઘરમાં નવા મહેમાનો ખાસ કરીને સંતાન સુખનું કારક બને છે. તમારો સામાજિક યશ વધશે. પ્રોફેશનલ લાઇફમાં તમને મદદ મળશે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. નવા ક્ષેત્રમાં તક મળશે. જૂના અટકેલા કામનો ઉકેલ તમારા પક્ષમાં આવી શકે છે.

સિંહ: તમારા માટે મિશ્ર સમય
આ ગોચરની સાથે ગુરૂ તમારી રાશિના ચોથા ભાવમાં ગોચર કરશે. આ સ્થિતિ તમારા માટે થોડીક કષ્ટદાયક બની શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે મતભેદ થઇ શકે છે. અપમાનજનક સ્થિતિ બની શકે છે, શ્રેષ્ઠ રહેશે તમે તમારો વ્યવહાર સંતુલિત રાખો. ગુરૂ તમારી માટે ખુશીઓ પણ લાવશે. ઘરમાં કોઇ માંગલિક કાર્ય સંપન્ન થઇ શકે છે. હિંસક પશુઓથી બચીને રહો અને વાહન સાવધાનીથી ચલાવો. જીવનમાં આવનાર પડકારોનો આત્મવિશ્વાસની સાથે સામનો કરો.

કન્યા: નકામી વાતોથી બચો
ગુરૂ તમારી રાશિના ત્રીજા ભાવમાં ગોચર કરશે અને ગુરૂની આ સ્થિતિ તમારા માટે શુભ પ્રતીત થઇ રહી નથી. કાર્યક્ષેત્રમાં તમને પડકારોનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને વ્યવસાયીઓ માટે સંભાળીને ચાલવાનો સમય છે. બિઝનેસમાં રોકાણ કરતા સમેય એલર્ટ રહો. તંદુરસ્તીનું ધ્યાન રાખજો. નોકરિયાત લોકો તમારા કામ પર ફોકસ રાખો. તમારા માટે નકામી વાતચીતથી દૂર રહેવું શ્રેષ્ઠ છે.

તુલા: તમારા માટે આ શાનદાર સમય રહેશે
ગુરૂ તમારી રાશિના બીજા ભાવમાં ગોચર કરશે. આ ધનનો ભાવ મનાય છે અને તમારા માટે ગુરૂનો આ ગોચર શુભ સંકત આપી રહ્યાં છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. રોકાણથી લાભ થશે. વેપારમાં લાભનો યોગ બની રહે છે. નોકરિયાત જાતકોને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે અને પ્રમોશનની સંભાવના બની રહે છે.

વૃશ્ચિક: શાંતિથી સમય પસાર કરો
અત્યારે ગુરૂ તમારી રાશિમાં વૃશ્ચિકમાં જ ગોચર કરશે. આ ગોચર તમારા માટે થોડુંક કષ્ટ આપનાર હોઇ શકે છે. પારિવારિક જીવનમાં થોડીક ઉથલ-પાથલ થઇ શકે છે. ધંધામાં પૈસા લગાવતા સમયે દરેક બાબતો પર ધ્યાન આપો. નોકરિયાય લોકો નકામી બાબતોથી બચો અને બીજાના મામલામાં દખલ ના કરો. રોકાણ કરતા સમયે ખાસ સાવધાની રાખવી જરૂરી છે.

ધન: આર્થિક સ્થિતિ પર નિયંત્રણ રાખો
ગુરૂ તમારી રાશિના બારમા ભાવમાં ગોચર કરશે. આ ભાવ ખર્ચથી સંબંધિત હોય છે. ગુરૂના આ ભાવમાં હોવું લાભદાયી નીવડતું નથી. તમારા આર્થિક મોર્ચા પર ખાસ સાવધાની રાખવી પડશે. પૈસાની લેવડદેવડમાં એલર્ટ રાખો. રોકાણ કરતા સમયે સાવધાન રહો. શ્રેષ્ઠ એ રહેશે કે આ અંતરાલમાં કોઇ મોટું રોકાણ ના કરો અન્યથા આર્થિક હાનિ પહોંચાડી શકે છે. પારિવારિક જીવનમાં તણાવ થઇ શકે છે. બચો. નોકરિયાતવર્ગના લોકો સિનિયર અધિકારીઓ સાથે વિવાદ ના કરો.

મકર: તમારા માટે તરક્કીનો સમય
ગુરૂ તમારી રાશિના અગિયારમાં ભાવમાં સંચાર કરશે. આ લાભનો ભાવ છે. આ સમય તમારા માટે ખૂબ શુભ રહેવાનો છે. પારિવારિક જીવનમાં પ્રેમ વરસતો રહેશે. દાંપત્ય જીવન ખુશનુમા રહેશે. વ્યવસાયમાં લાભ હોવાની પ્રબળ સંભાવના છે. નોકરિયાતવર્ગના જાતકોનું પ્રમોશન અને ઇંક્રીમેન્ટ ગિફ્ટ મેળવવાનો યોગ છે. પરિવારમાં નવા બાળકોનું આગમન હોઇ શકે છે. સુખદ યાત્રાઓનો સંજોગ બની રહે છે.

કુંભ: ધીરજથી આગળ વધો, લાભ થશે
ગુરૂ તમારી રાશિના દસમા ભાવમાં ગોચર કરશે. આ કર્મનો ભાવ હોય છે અને ગુરૂનો આ ગોચર તમારા માટે કેટલાંક શુભ સંકેત આપી રહ્યાં નથી. પારિવારિક જીવનમાં ખોટા તણાવથી બચો. નોકરિયાતવર્ગ જાતક કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અઘિકારીઓ અને સહયોગીઓના પ્રત્યે વ્યવહારમાં કડવાટ ના લાવો. તંદુરસ્તીને લઇ સાવધારની રાખો. કાર્યસ્થળ પર સાવધાની સાથે આગળ વધો, સફળતા તમારા પગ ચૂમવા માટે રાહ જોઇ રહી છે. આથી ધીરની સાથે કામ પર ધ્યાન આપો.

મીન: તમારી પ્રગતિનો રસ્તો સાફ છે
આ ગોચર દરમ્યાન ગુરૂ તમારા રાશિના નવમાં ભાવમાં રહેશે અને આ તમારા માટે શુભ સ્થિતિ બનશે. પારિવારિક જીવન સૌમ્ય રહેશે. આધ્યાત્મામાં તમારી રૂચિ વધશે. કાર્યક્ષેત્રમાં તમારો રૂતબો વધશે. તમારી લોકપ્રિયતામાં વધારો થશે. નોકરિયાતવર્ગના જાતક મહેનતની સાથે જે દિશામાં પ્રયાસ કરશે, સફળતા જરૂર મળશે. વ્યવસાયમાં આર્થિક સ્થિતિ પહેલાંની સરખામણીમાં સુદ્રઢ થવાના યોગ છે.