Jupiter will Run Straight These 7 Zodiac Signs Will Be Happy
  • Home
  • Astrology
  • આવતી કાલે ગુરૂ થશે માર્ગી, આ 7 રાશિઓની કિસ્મત ચમકશે

આવતી કાલે ગુરૂ થશે માર્ગી, આ 7 રાશિઓની કિસ્મત ચમકશે

 | 2:17 pm IST

11 ઓગસ્ટે ગુરૂ માર્ગી એટલેકે સીધી ચાલ ચાલવા જશે ગુરૂ વૃશ્ચિક રાશિમાં સીધી ચાલ ચાલશે અને 4 નવેમ્બરે પોતાની રાશિ ધનુમાં પ્રવેશ કરશે. ગુરૂનું વૃશ્ચિક રાશિમાં માર્ગી હોવાથી સોનાની કિંમતમાં ઉછાળો આવશે. શેર માર્કેટમાં તેજી આવશે. તમામ રાશિઓ પર આની અસર જોવા મળશે. જાણો તમારી રાશિ પર ગુરૂની કેવી રહેશે અસર.

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ગુરૂની સીધી ચાલથી તણાવ વધવાની આશંકા છે. મેષ રાશિને ધનલાભ થશે. મિત્રો અને પરિજનોમાં વિવાદ થશે. નિર્માણ ક્ષેત્રના કાર્ય વ્યવસાયમાં વધારો થશે.

વૃષભ રાશિ
આ રાશિના જાતકને ભાગીદારીમાં લાભ પ્રાપ્ત થશે. આ સમય કોઈ નવા કામ કરવાનું વિચારી રહ્યા છો તો જરૂરથી તેમા સફળતા પ્રાપ્ત થશે. આ રાશિના જાતકોએ વિવાદથી બચવું.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન તબીયતની ખાસ કાળજી રાખવી. કોઈ ગંભીર બીમારી થઈ શકશે. વેપાર ધંધા ક્ષેત્રે પ્રગતિ રહેશે. શાંતિ અને સંયમ સાથે રહેવાથી જીવનની સમસ્યાઓ હલ થશે.

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો સ્વસ્થ રહી શકશે. તેમનામાં ઉત્સાહ અને ઉમંગ જોઈ શકાશે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. સમાજમાં માન સન્માન જળવાશે.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોએ આ સમયે આર્થિક મામલે સાવધાન રહેવાની જરૂર છે. સમજી વિચારીને ક્યાંય રોકાણ કરવુ નહી તો મુશ્કેલી આવશે. ફસાયેલા નાંણા મળશે.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોએ ગુરૂની આ સીધી ચાલ કેટલીક સમસ્યાઓ લઈને આવશે. જીવનમાં થોડી તકલીફો વધશે. વિદેશ જવાના યોગ બનશે.

તુલા રાશિ
આ રાશિના જાતક જો કોઈ બીમારીથી પીડિત હોય તો તેમને જરૂરથી ફાયદો થશે. વાણી અને વર્તનમાં ધ્યાન રાખવુ. તબીયત સાચવવી. ખાવાપીવાની આદતો પર ધ્યાન આપવુ.

વૃશ્ચિક રાશિ
આ દરમિયાન વૃશ્ચિક રાશિના લોકો માટે સારો સમય આવશે. જીવનસાથી સાથે સારા સંબંધ થશે. જીવનમાં નવા નવા સોપાનો સિદ્ધ કરી શકશો.

ધનુ રાશિ
તમારા માટે કંઈ ખાસ સારા સમાચાર નહી આવે. આ સમયે તમારો વધારાનો ખર્ચ થશે. શુભ કાર્ય અને માંગલિક કાર્યમાં જઈ શકશો. શત્રુઓથી બચજો.

મકર રાશિ
આ સમયે મકર રાશિના જાતકોના અટકેલા કામ થઈ જશે. આગળની સમસ્યાઓ દૂર થઈ જશે. કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે.

કુંભ રાશિ
નોકરીમાં પરિવર્તનના યોગ છે. ઘરમાં શાંતિ અનુભવી શકશો. શત્રુઓથી છુટકારો મળશે. કોર્ટ કચેરીના ચક્કરથી સાવધ રહેવું. ધન પ્રાપ્તિના અવસર વધશે. નવું કામ શરૂ કરી શકશે.

મીન રાશિ
મીન રાશિના લોકો ધાર્મિક કાર્યો કરી શકશે. આ સમયે ઘરમાં માંગલિક કાર્ય કરી શકશો. પૂજા પાઠ કરી શકશો. વિદ્યાર્થીઓનો ભાગ્યોદય થશે. માન સન્માનમાં વૃદ્ધિ થશે.

આ Video જુઓ: જાણો ધન સંપત્તિનુ વરદાન આપનાર વરદલક્ષ્મી વ્રતના વિધિ વિધાન વિશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન