just 23 years old russian couple have 21 childrens lady
  • Home
  • Featured
  • PHOTOS: 23 વર્ષની ઉંમર, 10 બાળકો, એક પાછળ 7 લાખનો ખર્ચ, કુલ 105 બાળકો કરવાની છે ઈચ્છા

PHOTOS: 23 વર્ષની ઉંમર, 10 બાળકો, એક પાછળ 7 લાખનો ખર્ચ, કુલ 105 બાળકો કરવાની છે ઈચ્છા

 | 7:48 pm IST
  • Share

કોઈને પૈસાનો નશો હોય તો કોઈને રખડવાનો શોખ હોય. પરંતુ રશિયામાં એક દંપતી છે જેને વધુને વધુ બાળકો પદા કરવાની લત લાગી છે. રશિયામાં એક દંપતીના 21 બાળકો છે અને હજી વધુ બાળકો કરવાની તેને ઇચ્છા છે. 56 વર્ષીય પતિ ઇચ્છે છે કે તેને કુલ 105 બાળકો હોય.

મોસ્કોમાં રહેતી ક્રિસ્ટીના ઓજતુર્ક અને તેના પતિ 56 વર્ષીય ગૈલિપ થોડા વર્ષો પહેલા જ્યોર્જિયામાં મળ્યા હતા. તે સમયે ક્રિસ્ટીના માત્ર 17 વર્ષની હતી અને તે ત્યારે એક બાળકની સિંગલ માતા હતી. આ મુલાકાત પછી ક્રિસ્ટીના અને ગૈલિપ વચ્ચેની નિકટતા વધી અને પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. ગૈલિપ અબજોપતિ છે અને તેનો પ્રોપર્ટી અને ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે.

છેલ્લા 10 મહિનામાં ક્રિસ્ટીનાએ સરોગસીની મદદથી 10 બાળકોને જન્મ આપ્યો છે. આ દંપતીએ માર્ચ 2020માં સરોગસી દ્વારા પહેલું બાળક થયું હતું. હવે 2021માં જાન્યુઆરીમાં 10મી બાળકી થઈ હતી. આ દંપતી શક્ય તેટલા વધુ બાળકો રાખવા માંગે છે, તેથી તેઓએ સરોગસીનો માર્ગ અપનાવ્યો છે. તે એક બાળક પાછળ 7 લાખનો ખર્ચ કરે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો