બસ મને નારી જ રહેવા દો - Sandesh

બસ મને નારી જ રહેવા દો

 | 1:20 am IST

હું નારી છું મને નારી જ રહેવા દો. નથી જરૂર કોઈ અબળા કે સબળાને રેસમાં   રહેવાની,

નથી જરૂર મને કોઈની સમોવડી થવાની

કે નથી જરૂર મને કોઈને માત આપીને આગળ વધવાની.

હું સ્વતંત્ર અસ્તિત્વ છું ,

હું નારી છું મને નારી જ રહેવા  દો,

ના જકડશો મને કોઈ વાદ કે કોમનાં દાયરામાં,

ના જકડશો મને કોઈ ઉન્માદ કે મોહમાં, હું સ્વતંત્ર અસ્તિત્વ છું,

હું નારી છું મને નારી રહેવા દો.

હું નથી કોઈ વસ્તુ, મિલકત કે વિરાસત, હું નથી કોઈ શો પીસ કે લોભામણ

હું આગ છું, અસ્મિ છું. જુઓ તો વર્તુળનો વ્યાસ છું.

હું સ્વતંત્ર અસ્તિત્વ છું .

હું નારી છું મને નારી જ રહેવા દો. સમાજની, દુષણોથી છૂટેલી એ તમામ સ્ત્રીઓને નારીનાં સલામ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન