માર્કેટ જેવી જ સીંગદાણાની ચીક્કી બનાવો, ગણતરીની મિનીટોમાં જ બની જશે - Sandesh
  • Home
  • Food & Travel
  • માર્કેટ જેવી જ સીંગદાણાની ચીક્કી બનાવો, ગણતરીની મિનીટોમાં જ બની જશે

માર્કેટ જેવી જ સીંગદાણાની ચીક્કી બનાવો, ગણતરીની મિનીટોમાં જ બની જશે

 | 2:24 pm IST

શિયાળાની મોસમમાં ચીક્કી ખાવાની ખુબ જ મજા આવે છે. ચીક્કીની રેસિપી વધુ શિયાળામાં ખાવી ખુબ જ સારી હોય છે. સીંગદાણા અને ગોળની ચીક્કી ખાવામાં ખુબ જ કૂરકૂરી લાગે છે. ત્યારે માર્કેટમાં આવતી કૂરકૂરી સીંગદાણાની રેસિપી બનાવવાની રીત વિશે જાણો અને આજે જ તમારા ઘરે આવી સ્વાદિષ્ટ ચીક્કી બનાવવાની ટ્રાય કરો.

સીંગદાણાની ચીક્કી બનાવવા માટેની સામગ્રી
સીંગદાણાં- 150ગ્રામ ( સીંગદાણા શેકીલો અને ફોલી લો)
ગોળ- 200 ગ્રામ
ઘી-2 ટેબલ સ્પૂન

બનાવવાની  રીત 
-પેનમાં ગોળ અને એક નાની ચમચી ઘી નાખો.
– ગોળને ધીમી આંચ પર હલાવો જ્યાં સુધી પૂરી રીતે ઓગળી ન જાય.
-ગોળ ઓગળી જાય પછી 2 મિનીટ સુધી તેને હલાવતા રહો.
-ત્યારપછી ગેસ ધીમો કરીને ગોળમાં સીંગદાણા નાખી પૂરી રીતે મિક્સ કરી લો ત્યારબાદ ગેસ બંધ કરી દો.
-તેને જમાવવા માટે થાળીમાં ઘીનું ગ્રીસિંગ કરી મિશ્રણ ફેલાવી દો.
-ત્યારબાદ ઠંડુ પડી જાય પછી ચાકુથી કાપીને સર્વ કરી શકો છો.