કર્ણાટક ચૂંટણી પરિણામ: BJP-JDS બંનેએ કર્યો દાવો, હવે બોલ ગવર્નરના પલ્લામાં - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • કર્ણાટક ચૂંટણી પરિણામ: BJP-JDS બંનેએ કર્યો દાવો, હવે બોલ ગવર્નરના પલ્લામાં

કર્ણાટક ચૂંટણી પરિણામ: BJP-JDS બંનેએ કર્યો દાવો, હવે બોલ ગવર્નરના પલ્લામાં

 | 6:49 pm IST

કર્ણાટક ચૂંટણી પરિણામ બાદ ભાજપ સૌથી વધુ સીટોની સાથે ઉભરી છે પરંતુ બહુમતીના આંકડાને પાર કરી શકયું નથી. તેમ છતાંય ભાજપ સરકાર બનાવાની તૈયારીમાં છે. યેદિયુરપ્પાએ કહ્યું કે અમે સૌથી મોટી પાર્ટી છીએ અને એવામાં સરકાર બનાવાની તક મળવી જોઇએ. ભાજપ સો ટકા સરકાર બનાવશે અને વિધાનસભામાં બહુમતી પણ સાબિત કરશે.

બીજીબાજુ રાજ્યપાલથી મળીને સરકાર બનાવાનો દાવો રજૂ કર્યા બાદ મીડિયાથી મુખાતિબ સિદ્ધારમૈયાએ કહ્યું કે કૉંગ્રેસે શરત વગર જેડીએસને સમર્થન આપ્યું છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે ગઠબંધનની શરતો પર બાદમાં નિર્ણય થશે. પહેલી પ્રાથમિકતા સરકારની રચના છે. કૉંગ્રેસી નેતાએ દાવો કર્યો તે તેમની પાસે મેજિક નંબર છે. તેમણે કહ્યું કે બે અપક્ષ ધારાસભ્યોનું પણ સમર્થન જેડીએસ-કૉંગ્રેસ ગઠબંધનની સાથે છે.

યેદિયુરપ્પા મંગળવાર સાંજે લગભગ પાંચ વાગ્યે પાર્ટી નેતાની સાથે રાજભવન પહોંચ્યા. રાજ્યપાલ સાથે મુલાકાત અને સરકાર બનાવાનો દાવો રજૂ કર્યા બાદ યેદિયુરપ્પાએ કહ્યું કે અમે સૌથી મોટી પાર્ટી તરીકે દાવો રજૂ કરવા આવ્યા છીએ. અમે રાજ્યપાલ સાથે મુલાકાત કરી કારણ કે કર્ણાટકમાં અમે સૌથી મટો પક્ષ (સિંગલ લાર્જેસ્ટ પાર્ટી) છીએ. અમે વિધાનસભામાં બહુમત રજૂ કરીશું.

યેદિયુરપ્પાની સાથે ભાજપ નેતા અનંત કુમાર, શોભા કરંદલજે અને રાજીવ ચંદ્રશેખરે પણ રાજ્યપાલની મુલાકાત કરી. દિલચસ્પ વાત એ છે કે ચૂંટણી પંચની તરફથી અત્યાર સુધી તમામ સીટો પર પરિણામો આવ્યા નથી અને રાજ્યપાલની સામે સત્તાવાર આંકડા પહોંચ્યા નથી. આખરી નિર્ણય માટે હજુ રાજ્યપાલ પણ અંતિમ પરિણામની રાહ જોશે.

બીજીબાજુ કૉંગ્રેસ અને જેડી(એસ)એ એકસાથે આવવાનો નિર્ણય કર્યો છે. કારણ કે બંને સાથે મળીને બહુમતીનો આંકડો પાર કરી રહ્યાં છે. જેડી(એસ) અને કૉંગ્રેસે એચડી કુમારસ્વામીને પોતાના સીએમ પદના દાવેદાર જાહેર કર્યાં છે.

ભાજપનો આંકડો હાલ 104 સીટોનો છે અને બહુમતી માટે ભાજપને વધુ આઠ ધારાસભ્યોની જરૂર પડશે. કૉંગ્રેસે કર્ણાટકમાં બીજો જ દાવો રમ્યા છે. કૉંગ્રેસ અને જેડીએસ સાથે મળીને 116 ધારાસભ્ય પર પહોંચી રહ્યાં છે અને બહુમતીના મેજિક નંબરને પાર કરી રહ્યાં છે.