Astrology, spiritual Just worship, will your sins be washed away?
  • Home
  • Astrology
  • ફક્ત પૂજા કરી લેશો એટલે શું તમારા પાપ ધોવાઈ જશે?

ફક્ત પૂજા કરી લેશો એટલે શું તમારા પાપ ધોવાઈ જશે?

 | 8:00 am IST

ઈસુને જ્યારે વધસ્થંભ ઉપર ચડાવવામાં આવી રહ્યા હતા ત્યારે તેમનો એક શિષ્ય ત્યાં ટોળામાં ઊભો હતો. શિષ્ય ત્યાંનો રહેવાસી નહોતો. પરદેશી હતો. દેખાવમાં પણ અલગ લાગતો હતો અને તેથી લોકો તેને ઓળખતા નહોતા. તેથી લોકો તેને વારંવાર પૂછતા હતા ‘તમે કોણ છો? આ વ્યક્તિ કે જેને વધસ્તંભ ઉપર ચઢાવીએ છીએ તેને તમે ઓળખો છો?’

તેણે કહ્યું, ‘ના, આ વ્યક્તિ વિશે મેં કોઈ સાંભળ્યું નથી. આ તો ઘણા લોકોને આ બાજુ આવતા જોયા તેથી, શું બની રહ્યું છે તે જોવા હું પણ અહીં આવ્યો છું. તે જિસસનો અનુયાયી છે તેવું પણ તે કબૂલ કરતો નથી કારણ કે તેનું પરિણામ બીજો એક વધસ્તંભ છે તેની તેને ખબર છે.

તેથી જ્યારે આ લોકોને મારી નાંખવામાં આવે છે ત્યારે, જે લોકોએ પોતાની ઈચ્છા વિરુદ્ધ ટેકો આપ્યો હતો તેઓને છેવટે ઘણો અપરાધભાવ થવા માંડે છે કે એક નિર્દોષ વ્યક્તિના આપણે કેવા હાલ કરી નાંખ્યા. તેમણે કોઈનું કશું બગાડયું નહોતું. વળી તેઓ જે કહેતા હતા તે પણ સાચું હતું. એ લોકોને ખબર છે કે સત્તાસ્થાને બેઠેલા લોકો બધાનું શોષણ કરી રહ્યા છે.

આ તો વિચિત્ર દુનિયા છે. જે લોકોને તમે આજે રાજા અને રાણી તરીકે ઓળખો છો તે લોકોની વંશાવળી જોશો તો તમને જાણાશે કે શરૂઆતના તેમના વડવાઓ લૂંટારાઓ હતા. તે લોકોને આ સામ્રાજ્ય કેવી રીતે મળી ગયું? તેમણે લૂંટ ચલાવી, અનેક લોકોને મારી નાંખ્યા અને દોલત એકઠી કરી, જમીન-જાયદાદ ભેગી કરીને પોતાને જમીનદાર જાહેર કર્યા.

આ રીતે હવે તેઓનું રક્ત રજવાડી લોહી બની ગયું. આ શાહી લોકો ગુનેગારોના વંશજો છે અને કોઈ સાધારણ ગુનેગાર નહિ પણ અધમ કક્ષાના અપરાધીઓ છે. પણ તે લોકો પાસે સત્તા આવી ગઈ, સંપત્તિ આવી ગઈ અને તેથી સ્વાભાવિક છે કે તેમનું લોહી વિશેષ લોહી બની ગયું!

જન-સાધારણ (સામાન્ય માણસો) પોતાની સ્થિતિ અંગે જાણતા હોય છે કે ધીરે ધીરે, તેમનું શોષણ કરવામાં આવે છે અને તેમને કચડી નાંખવામાં આવે છે. તેઓ કાળી મજૂરી કરતા હોય છે છતાં એક ટંકનું ખાવાનું પણ પામતા નથી. તે લોકો ઉત્પાદન કરે છે પણ બધું ઉત્પાદન સત્તાસ્થાને બેઠેલા લોકો પચાવી પડે છે. આવી પરિસ્થિતિમાં આ લોકો અનિચ્છાએ ટેકો આપતા હોય છે.

તેથી (રહસ્યવાદીઓના) મૃત્યુ પછી આ અનિચ્છા અપરાધભાવમાં પરિણમે છે. તે લોકોને એવું લાગવા માંડે છે કે તેઓ ગુનામાં ભાગીદાર થયા છે. તેઓએ ગુનામાં સીધો ભાગ લીધો નથી પણ આડકતરી રીતે તેમણે અપરાધમાં ભાગ ભજવ્યો છે. તેમણે જોયું કે સત્તાસ્થાને બેઠેલા લોકોને પોતે ટેકો આપ્યો છે.

આ અપરાધભાવ દૂર કરવા માટે પૂજા અને આરાધના શરૂ થઈ જાય છે. ફક્ત પૂજા એ જ ગુનાને ધોઈ નાંખવાનો રસ્તો છે તેવું તેઓ માને છે. આ રીતે આવડી માટી ઈસાઈયત ઊભી થઈ ગઈ. અન્યથા ઈસુમાં એટલી બુદ્ધિ-પ્રતિભા નહોતી કે તે આવડો મોટો ધર્મ ઊભો કરી શકે. સેંકડો રબીઓ હતા કે જે ઈસુ કરતાં ઘણા વધારે મેધાવી અને વિદ્વાન હતા. ઈસુ તો માત્ર એક અશિક્ષિત યુવાન વ્યક્તિ હતા પણ તેમને મારી નાંખવાની ઘટનાએ બાજી બદલી નાખી. વધસ્તંભ ઉપર એકવાર ચડાવી દીધા માટે હવે તેમણે તેને ઈશ્વર બનાવી દીધા.

લાખો લોકો કે જેમણે વધ કરવાની ક્રિયાને ટેકો આપ્યો હતો તેવા બધાંના તે ઈશ્વર બની ગયા. કારણ કે ટેકેદારોને લાગવા માંડયું કે તેમણે ગુનો કર્યો છે.

અને જો તમે ઊંડા ઊતરશો તો તમને આ બધું જ સ્પષ્ટ થઈ જશે. રોમન શહેનશાહ એટલે કે વાઈસરોય-જુડીઆના પોંટિયસ પેલિયેટના હુકમથી જિસસની હત્યા કરવામાં આવી હતી. આ હુકમમાં યહૂદીઓના વડા પાદરીની સંમતિ હતી.

અત્યારે છેલ્લી વીસ સદીઓથી રોમ ઇસાઇયતનું મુખ્ય મથક છે પણ તેમને મારી નાંખવાનો હુકમ રોમથી આવ્યો હતો. ત્યારબાદ એક જમાનો એવો આવ્યો કે જયારે સમગ્ર રોમન સભ્યતા હતી તે ઇસાઈ સભ્યતામાં ફેરવાઇ ગઇ. આજે પોપ પાસે બહુ જ થોડી જમીન-માત્ર ૮ ચોરસ માઇલ જમીન છે પણ તે એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. એક જમાનો એવો હતો કે જ્યારે આખું ઇટાલી પોપનું સામ્રાજ્ય હતું. પોપની ગણના રાષ્ટ્રથી પણ ચડિયાતી વ્યક્તિની હતી.

જીવન ધ્યાન :- ઓશો

(ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન