Justdial Data Breach, Leaked Personal Detail of 10 Crore Users
  • Home
  • Featured
  • ફેસબુક બાદ હવે આ કંપનીના યુઝર્સની ખાનગી માહિતીઓ થઈ લીક

ફેસબુક બાદ હવે આ કંપનીના યુઝર્સની ખાનગી માહિતીઓ થઈ લીક

 | 7:17 pm IST

છેલ્લા કેટલાક સમયથી યુઝર્સના ડેટા લીક થવાના સમાચાર સતત સામે આવ્યા છે જ્યારે હવે એવી વધુ એક માહિતી મળી છે. જ્યાં લગભગ 10 કરોડ યુઝર્સની ખાનગી માહિતીઓ ઓનલાઈન લીક થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ખાનગી માહિતીઓ જસ્ટ ડાયલ(Just Dial)ના યુઝર્સની છે. આ માહિતીઓમાં નામ, ઈ-મેલ ID, મોબાઇલ નંબર, જેન્ડર, ડેટ ઓફ બર્થ અને યુઝર્સના એડ્રેસ પણ સામેલ છે.

રિપોર્ટ મુજબ ડેટા લીકની માહિતી સૌથી પહેલા ઇન્ડિપેંડેંટ સિક્યોરિટી રિસર્ચર રાજશેખર રાજાહરિયાએ આપી. રાજશેખરે જસ્ટ ડાયલથી ડેટા લીક હોવાની માહિતી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક પર પોસ્ટ કરી હતી. રાજશેખરે પોસ્ટ કરી લખ્યું કે,‘ડિયર જસ્ટ ડાયલ તમારા 10 કરોડ યૂઝર્સના ડેટા, નામ, ઈ-મેલ ID, મોબાઇલ નંબર, જેન્ડર, ડેટ ઓફ બર્થ અને એડ્રસ, ફોટો, કંપની, ઓક્યૂપેશન અને અન્ય કેટલીક ખાનગી માહિતીઓ સામેલ છે. જે જાહેર રીતે એક્સેસ કરવા માટે ઉપલબ્ધ છે. આ સમસ્યાને જલ્દી ઠીક કરો.’

રાજશેખર મુજબ ઓનલાઇન લીક થયેલ માહિતીઓમાં 70 ટકા ડેટા એવા યુઝર્સનો છે જેમને જસ્ટ ડાયલ કસ્ટમર કેર નંબર પર કોલ કર્યો હતો. જોકે આ વિશે કંપનીએ પ્રતિક્રિયા આપતા તેના 10 કરોડ યુઝર્સની માહિતી લીક થવાની વાતને સંપૂર્ણ રીતે નકારી કાઢી છે. એક ખાનગી મીડિયા એજન્સીને આપેલ એક સ્ટેટમેન્ટમાં જસ્ટ ડાયલે કહ્યું કે થોડા સમય પહેલા જ કંપનીએ તેની વેબસાઇટને અપગ્રેડ કરી છે. એવી સ્થિતિમાં નવું વર્જન લીક થવાથી પ્રોટેક્ટેડ છે. જૂના પ્લેટફોર્મમાં જે ખરાબીઓ હતી તેને પણ ઠીક કરી લેવામાં આવી છે. ઉપરાંત કંપનીએ ભવિષ્યની ખામીઓને શોધવા માટે એક ટેક ઓડિટ પર કર્યું છે. નોંધનીય છે કે આ પહેલા સોશિયલ મીડિયા એપ ફેસબુકના લાખો-કરોડો યુઝર્સની ખાનગી માહિતીઓ લીક થવાની ઘટના સામે આવી હતી. જેના પછી કંપનીએ નિવેદન આપી સફાઈ આપવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન