'મેં હિન્દુસ્તાની હું, મેં શર્મિંદા હું', 8 વર્ષની બાળકીનાં ગેંગરેપનો સ્ટાર્સે આ રીતે કર્યો વિરોધ - Sandesh
  • Home
  • Photo Gallery
  • ‘મેં હિન્દુસ્તાની હું, મેં શર્મિંદા હું’, 8 વર્ષની બાળકીનાં ગેંગરેપનો સ્ટાર્સે આ રીતે કર્યો વિરોધ

‘મેં હિન્દુસ્તાની હું, મેં શર્મિંદા હું’, 8 વર્ષની બાળકીનાં ગેંગરેપનો સ્ટાર્સે આ રીતે કર્યો વિરોધ

 | 1:55 pm IST

જમ્મુ-કાશ્મીરનાં કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે થયેલા ગેંગરેપની ધ્રુજાવી નાખનારી ઘટનાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. લોકોમાં રોષ ફેલાયો છે સાથે જ માંગણી છે કે દોષીઓને સજા મળે. શુક્રવારે આ ઘટના પછી સોશિયલ મીડિયા પર એક કેમ્પેઇન શરૂ થયું છે. બોલિવુડ કલાકારાઓએ આ ઘટનાને વખોડી કાઢતા પોસ્ટર્સ પર લખ્યું છે કે, ‘મેં હિન્દુસ્તાની હું, મેં શર્મિંદા હું.’

કોંકણા સેન શર્મા, ગુલ પનાગ, શ્રુતિ શેઠ, મિનિ માથુર, સ્વરા ભાષ્કર, કલ્કી કોચલિન, હુમા કુરૈશી વગેરેએ હાથમાં પોસ્ટર લઇને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ સિવાય ફરહાન અખ્તર, સંજય દત્ત, જાવેદ અખ્તરે પણ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને ન્યાયની માંગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન