justin bieber and hailey baldwin's Photo Shoot, See The Photos
  • Home
  • Featured
  • Photos: પત્ની હૈલી સાથે જસ્ટિન બીબરે કરાવ્યું હૉટ ફોટો શૂટ, જોઇ લો રૉમેન્ટિક તસવીરો

Photos: પત્ની હૈલી સાથે જસ્ટિન બીબરે કરાવ્યું હૉટ ફોટો શૂટ, જોઇ લો રૉમેન્ટિક તસવીરો

 | 5:45 pm IST

હૉલીવુડનાં જાણીતા સિંગર જસ્ટિન બીબરે હાલમાં જ પત્ની હૈલી બાલ્ડવિન સાથે ફૉટો શૂટ કરાવ્યું હતુ. આ ફૉટો શૂટ તેણે ફેમસ મેગેઝીન વોગ માટે માટે કરાવ્યું છે. સામે આવેલી તસવીરોમાં બંને ઘણા જ ખુશ લાગી રહ્યા છે. તસવીરોમાં હૈલી વ્હાઇટ ડ્રેસમાં ઘણી જ સુંદર લાગી રહી છે.

તો જસ્ટિન શર્ટલેસ થઈને બૉડી દેખાડતો જોવા મળી રહ્યો છે. જસ્ટિનનાં લૂક પર તેના શરીર પર કરવામાં આવેલા ટેટૂ ચાર ચાંદ ગાવી રહ્યા છે. આ કપલ તે મેગેઝીન કવર પર જોવા મળશે. ફૉટોશૂટ દ્વારા આ બંને એ દર્શાવવા ઇચ્છે છે કે તેઓ એક-બીજા સાથે કેટલા ખુશ છે.

તો અન્ય તસવીરોમાં હેલી બિકિનીમાં ઘણી જ હૉટ લાગી રહી છે. બંનેની રૉમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી જ વાયરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે જસ્ટિન બીબર અને હૈલી બાલ્ડવિને આ વર્ષે ગુપચુપ લગ્ન કરી લીધા હતા. બંનેએ 2016થી એક-બીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતુ. ડેટિંગનાં કેટલાક દિવસ પછી બંનેનું બ્રેકઅપ પણ થઈ ગયું હતુ, પરંતુ તેના થોડાક દિવસ પછી બંને બહમાસમાં સાથે જોવા મળ્યા હતા. જસ્ટિને ત્યાં જ ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતુ.