Jyotiraditya Scindia Won Rajya Sabha Election From MP
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ભાજપે રાતોરાત પાડેલો ખેલ આખરે રંગ લાવ્યો, સિંધિયાએ ફરી કૉંગ્રેસને માર્યો કમરતોડ ફટકો

ભાજપે રાતોરાત પાડેલો ખેલ આખરે રંગ લાવ્યો, સિંધિયાએ ફરી કૉંગ્રેસને માર્યો કમરતોડ ફટકો

 | 7:44 pm IST

મધ્ય પ્રદેશમાં થયેલી રાજ્યસભા ચૂંટણીનું પરિણામ આવી ચુક્યું છે. મધ્ય પ્રદેશમાં એક સીટ પર કૉંગ્રેસને જીત મળી છે, તો ભારતીય જનતા પાર્ટીનાં ખાતામાં બે સીટ આવી છે. બીજેપી તરફથી જ્યોતિરાદિત્ય સિંધિયા ચૂંટણી જીતી ચુક્યા છે. મધ્યપ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 2 સીટો પર જીત મેળી છે. આમાં કૉંગ્રેસથી બીજેપીમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ રાજ્યસભા ચૂંટણીમાં જીત મળી છે.

મધ્ય પ્રદેશમાં ત્રણ રાજ્યસભા સીટો માટે વોટ નાંખવામાં આવ્યા

આ ઉપરાંત બીજેપી તરફથી સુમેર સિંહ સોલંકીને પણ ચૂંટણીમાં જીત મળી છે. તો કૉંગ્રેસનાં ખાતામાં મધ્ય પ્રદેશથી એક રાજ્યસભા સીટ ગઈ છે. કૉંગ્રેસ તરફથી દિગ્વિજય સિંહે રાજ્યસભા ચૂંટણીમાં જીત મેળવી છે. મધ્ય પ્રદેશમાં ત્રણ રાજ્યસભા સીટો માટે વોટ નાંખવામાં આવ્યા છે. અહીં કુલ 4 ઉમેદવારો મેદાનમાં હતા. બીજેપી અને કૉંગ્રેસે 2-2 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.

રાજસ્થાનમાં 4 ઉમેદવાર મેદાનમાં હતા

તો રાજસ્થાનથી રાજ્યસભાની ત્રણ સીટો માટે શુક્રવારનાં થયેલા મતદાન બાદ કૉંગ્રેસ બાદ કૉંગ્રેસ ઉમેદવાર કેસી વેણુગોપાલ અને નીરજ ડાંગીની સાથે બીજેપીનાં ઉમેદવાર રાજેન્દ્ર ગહેલોતને વિજય જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યસભાની 3 સીટો માટે રાજસ્થાન વિધાનસભાથી 4 ઉમેદવાર મેદાનમાં હતા. આ પ્રમાણે એક સીટ પર જીત માટે 51 વોટ મળવા જરૂરી હતા.

આવામાં કૉંગ્રેસનાં 2 ઉમેદવારોની જીત માટે પાર્ટીને 102 મતોની જરૂર હતી અને તેમની પાસે અત્યારે 107ની બહુમતી હતી. આ પ્રમાણે સીધે-સીધા કૉંગ્રેસ ઉમેદવારોની જીત લગભગ નક્કી હતી, પરંતુ બીજી તરફ બીજેપી ની પાસે કુલ 75 સીટો છે અને તેમના પહેલા ઉમેદવારની 51 વોટોથી જીત નક્કી હતી.

આ વિડીયો પણ જુઓ: કોંગ્રેસના વાંધાને સ્થાનિક ઓબ્ઝર્વરે નકાર્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન