જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપ છોડી કોંગ્રેસમાં પાછા ફરશે? એક જ ટ્વિટે રાજકીય હલચલ

જ્યોતિરાદિત્ય સિંધિયાને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. સિંધિયા ભાજપ છોડીને કોંગ્રેસમાં ફરીથી શામેલ થાય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. માત્ર બે જ મહિનામાં એવું તે શું બન્યું કે, જ્યોતિરાદિત્ય ભાજપને રામરામ કરીને ફરી પાછા કોંગ્રેસમાં શામેલ થઈ શકે છે? આ પ્રકારના સવાલોના કારણે મધ્ય પ્રદેશના રાજકીય ગલિયારાઓમાં છેલ્લા બે દિવસથી ગરમાવો આવી ગયો છે. આ મામલે સિંધિયા, ભાજપ કે કોંગ્રેસ તરફથી હજી સુધી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી પરંતુ ચર્ચાઓનું બજાર ગરમ છે.
સિંધિયાને લઈને આ સવાલોની શરૂઆત એક ટ્વિટને લઈને થઈ હતી. એક સમાચાર ચેનલે પૈરોડી અકાઉંટ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં જણાવ્યું હતું કે, સિંધિયા પ્રદેશસ કેબિનેટમાં પોતાના સમર્થકોને મંત્રી ના બનાવવાથી નારાજ છે. તેમણે પોતે પણ કેન્દ્રમાં મંત્રી બનવાનો દાવો કર્યો હતો પરંતુ તે હજી સુધી પુરો નથી થયો અને તેઓ ટુંક સમયમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં કમબેક કરી શકે છે.
વાયરલ ટ્વિટને લઈને ખળભળાટ
આ ટ્વિટને ગણતરીની જ મીનીટોમાં 12 હજાર લોકોએ લાઈક કરી હતી. રાજનૈતિક ચર્ચા પણ તેજ બની ગઈ છે કારણ કે, ટ્વિટમાં સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિવરાજ સિંહ ચૌહાણ પર સિંધિયા સાથે અયોગ્ય કર્યાનો આરોપ લગાવવામાં આવી રહ્યો હતો. ટ્વિટમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે, સિંધિયા સોમવાર સુધીમાં કોંગ્રેસ ફરીથી જોઈન કરી શકે છે. આ રાજકીય સંભાવનાઓને ધ્યાનમાં રાખીને લોકો મધ્ય પ્રદેશની શિવરાજ સિંહ સરકારના ભવિષ્યને લઈને પણ ટિપ્પણીઓ કરી રહ્યાં છે. તો કેટલાક લોકો તો રાજ્યમાં કોંગ્રેસની સરકારના કમબેકની વાતો પણ કરી રહ્યાં છે.
અહીં થઈ ગડબડ
ટ્વિટ પર અનેક પ્રકારની ટિપ્પણીઓ સામે આવી રહી છે. મોટાભાગના લોકો સિંધિયા સાથે ભાજપ પર પણ રોષે ભરાયા હોવાની અફવાઓ વહેતી થઈ. પ્રતિક્રિયા આપવાની ઉતાવળમાં યૂઝર્સે ટ્વિટ કરનારાઓના એકાઉન્ટની વિશ્વસનીયતા પર જરાય ધ્યાન જ ના આપ્યું. આ એકાઉન્ટ સાથે મુકવામાં આવેલા ફોટામાં જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ ન્યૂઝ ચેનલનું એકાઉન્ટ જ બનાવટી છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા બે મહિના પહેલા જ ભાજપમાં શામેલ થયા હતાં. તેમણે કોંગ્રેસ પર અનેક આરોપો લગાવી પાર્ટીને અલવિદા કરી દીધું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન