જ્યોતિષોનો ચક્કરમાં પડશો નહિ, આવી રીતે થઈ શકે છે છેતરામણી - Sandesh
  • Home
  • Bhuj
  • જ્યોતિષોનો ચક્કરમાં પડશો નહિ, આવી રીતે થઈ શકે છે છેતરામણી

જ્યોતિષોનો ચક્કરમાં પડશો નહિ, આવી રીતે થઈ શકે છે છેતરામણી

 | 9:00 pm IST

ગાંધીધામના ભચાઉ તાલુકાના લાકડિયા ગામે રહેતી યુવતીને બ્યુટી પાર્લરનો વ્યવસાય બરાબર ચાલે તેવા પ્રલોભનો આપી આદિપુરનો ધુતારો બે લાખના દાગીના લઈ રફુચક્કર થઈ ગયાનો બનાવ આખરે પોલીસ ચોપડે ચડયો હતો.

સામખિયાળી પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ ગઈ તા.21 ઓગસ્ટના બપોરનાં બે વાગ્યાના અરસામાં આ ચર્ચાસ્પદ બનાવ બન્યો હતો. સામખિયાળી ગામે રહેતી અલ્પાબેન ગેલા જીવા પરમાર (ઉ.વ.23) નો બ્યુટીપાર્લરનો વ્યવસાય બરાબર ચાલતો ન હોઈ તેણે આદિપુરના જગદીશ મારાજ નામના જયોતિષનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ આરોપીએ યુવતીને સામખિયાળી પાસે શાંતિનગરમાં હનુમાન મંદિરે બોલાવી હતી.

આદિપુરના ધુતારાએ અલ્પાબેનને સામખિયાળી બોલાવ્યા બાદ બ્યુટીપાર્લરનો વ્યવસાય બરાબર ચાલે તે માટે ધુતારાએ તેણીને વિશ્વાસમાં લઈ લીધી હતી. ત્યારબાદ યુવતી પાસે સોનાની વિધિ કરવા માટે રૃપિયા બે લાખના આભૂષણો મેળવી લીધા હતા અને પાછળથી મોબાઈલ ફોન પણ બંધ કરી નાખ્યો હતો. ગઠિયો દાગીના લઈ ગયા બાદ આખરે યુવતીએ પરિવારને બનાવ અંગે જાણ કરતાં સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. ત્યારબાદ સામખિયાળી પોલીસે જયોતિષ સામે ગુનો નોંધી મોબાઈલ કોલ ડિટેઈલના આધારે તેને ઝડપી પાડવા પીએસઆઈ એમ.સી. ચૌધરીએ કાયદેસરની તજવીજ હાથ ધરી છે.