કાશ્મીરનાં કેટલાંક શહેરો અને જિલ્લાઓમાં ફરી કફ્ર્યુ લદાયો - Sandesh
  • Home
  • India
  • કાશ્મીરનાં કેટલાંક શહેરો અને જિલ્લાઓમાં ફરી કફ્ર્યુ લદાયો

કાશ્મીરનાં કેટલાંક શહેરો અને જિલ્લાઓમાં ફરી કફ્ર્યુ લદાયો

 | 3:13 am IST
  • Share

શ્રીનગર :

અલગતાવાદીઓ દ્વારા હઝરતબાલ દરગાહ સુધી સૂચિત રેલી યોજવાની જાહેરાત પછી કાશ્મીરનાં કેટલાંક શહેરો અને જિલ્લાઓમાં શુક્રવારે ફરી કફ્ર્યુ લાદવામાં આવ્યો છે. કાશ્મીરખીણમાં સતત ૨૮મા દિવસે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પોલીસઅધિકારીના જણાવ્યા મુજબ આખા શ્રીનગર જિલ્લામાં કફ્ર્યુ લદાયો છે. આ ઉપરાંત ગંદેરબાલ, બડગામ, અનંતનાગ, અવંતિપુરા, કુલગામ, સોપોર સિવાય બારામુલ્લા જિલ્લો, શોપિયાં, બાંદીપુરા અને કાલુસા તેમજ હંદવાડામાં પણ કફ્ર્યુ લદાયો છે.

ખીણના અન્ય વિસ્તારોમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે ૧૪૪મી કલમ લગાવવામાં આવી છે. ખીણવિસ્તારમાં મોબાઇલ અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પ્રિપેઇડ કનેક્શનો પરથી પણ ફોનસુવિધા બંધ કરાઈ હતી.

સુરક્ષાજવાનો તૈનાત

કાયદો-વ્યવસ્થા જાળવવા રાજ્યના સંવેદનશીલ અને વધુ સંવેદનશીલ વિસ્તારોમાં મોટાપાયે સુરક્ષાદળો ગોઠવવામાં આવ્યાં છે. બુરહાન વાનીને ઠાર કરાયા પછી દેખાવકારો અને સુરક્ષાદળો વચ્ચેનાં ઘર્ષણમાં ૫૧થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને ૫,૫૦૦થી વધુ લોકો ઘવાયાં હતાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો