kaal Bhairav Puja use this mantra
  • Home
  • Astro
  • આ મંત્ર સાથે કરો કાળ ભૈરવની પૂજા, દૂર થશે કષ્ટ

આ મંત્ર સાથે કરો કાળ ભૈરવની પૂજા, દૂર થશે કષ્ટ

 | 3:48 am IST
  • Share

બટુક ભૈરવ  

બટુક ભૈરવ એ ભગવાનનું બાળ સ્વરૂપ છે. તેમને આનંદ ભૈરવના નામથી પણ ઓળખવામાં આવે છે. તેમના આ સૌમ્ય સ્વરૂપની આરાધના શીઘ્ર ફ્ળદાયી છે. તે કાર્યમાં સફ્ળતા માટે પણ ઘણી મહત્ત્વની છે.  

કાળભૈરવ  

તે ભગવાનનું સાહસીય યુવાન સ્વરૂપ છે. આ સ્વરૂપની આરાધના કરવાથી શત્રુમુક્તિ, સંકટમુક્તિ અને કોર્ટકચેરીની બાબતમાં વિજય મળે છે. સાથે વ્યક્તિમાં સાહસનો સંચાર પણ થાય છે. તમામ પ્રકારના ભયમાંથી મુક્તિ મળે છે. કાલભૈરવને ભગવાન શંકરના રુદ્રાવતાર માનવામાં આવે છે.  

લોકદેવતા        

લોકજીવનમાં ભગવાન ભૈરવને ભૈરુ મહારાજ, ભૈરુબાબા, કાલા ભૈરવ, ગોરા ભૈરવ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. કેટલાક સમાજના તેઓ કુળદેવતા છે અને તેમને પૂજવાનું પ્રચલન પણ જુદુંજુદું છે, જે વિધિવત્ ન હોતા સ્થાનિક પરંપરાનો એક ભાગ છે.  

ભૈરવ તંત્ર                   

યોગમાં ભૈરવ તંત્રને સમાધિપદ કહેવામાં આવે છે. ભૈરવ તંત્રમાં ભૈરવ પદ કે ભૈરવી પદ પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવજીએ દેવી સમક્ષ 112 વિધિઓનો ઉલ્લેખ કર્યો હતો. જેના માધ્યમથી સમાધિપદને પ્રાપ્ત કરી શકાય છે.  

ભૈરવ આરાધના  

ભૈરવજીની આરાધનાથી શનિ દેવનો પ્રકોપ શાંત થાય છે. તેમની આરાધના માટે રવિવાર અને મંગળવાર શુભ છે. પુરાણો અનુસાર ભાદરવા માસને ભૈરવપૂજા માટે ઉત્તમ માનવામાં આવ્યો છે. આરાધના કરતાં પહેલાં એ જાણી લો કે આરાધના દરમિયાન કૂતરાંઓને ક્યારેય ધુત્કારશો નહીં, પરંતુ તેમને ભરપેટ ભોજન કરાવો. જુગાર, સટ્ટો, મદ્યપાન તથા અનૈતિક કાર્યોથી દૂર રહો. પવિત્ર બનીને સાત્ત્વિક આરાધના કરો.  

કાળભૈરવ મંત્ર અને યંત્ર  

કાલાષ્ટમીના દિવસે કાળભૈરવ દેવની નીચેના મંત્રો દ્વારા પૂજા કરવામાં આવે તો વેપારવ્યવસાય, જીવનમાં આવનારી મુશ્કેલીઓ, શત્રુ દ્વારા થતી મુશ્કેલીઓ, વિઘ્નો, બાધાઓ, કોર્ટકચેરી વગેરે કાર્યોમાં સફ્ળતા મળે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે. ભૂતપ્રેત, પિશાચ, મેલી વિદ્યામાંથી મુક્તિ મેળવવા તથા સાહસ અને હિંમતની પ્રાપ્તિ માટે કાલભૈરવ યંત્રની પણ પૂજા કરવામાં આવે છે.  

 કાલભૈરવાય નમઃ  

 ભયહરણં ચ ભૈરવઃ  

 હં ષં નં ગં કં સં ખં મહાકાલ ભૈરવાય નમઃ  

 ભઅરાં કાલભૈરવાય ફ્ટ્  

ભૈરવ મંદિર  

કાશીના કાળભૈરવ મંદિરને ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવે છે. કાશી વિશ્વનાથ મંદિરથી ભૈરવ મંદિર આશરે દોઢબે કિલોમીટરના અંતરે આવેલું છે.  

ઉજ્જૈનમાં કાળભૈરવનું જગપ્રસિદ્ધ મંદિર આવેલું છે. તેની પ્રસિદ્ધિનું કારણ ઐતિહાસિક અને તાંત્રિક છે. અહીં કાળભૈરવને પ્રસાદ રૂપે મદિરા ચઢાવવામાં આવે છે.  

નવી દિલ્હીના વિનય માર્ગ પર નહેરુ પાર્કમાં બટુક ભૈરવનું પાંડવકાળનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે.  

નૈનિતાલ નજીક ઘોડાખાડનું બટુક ભૈરવ મંદિર પણ ખૂબ જ પ્રસિદ્ધ અને પુરાણું છે.  

આ સિવાય શક્તિપીઠો અને ઉપપીઠો પાસે સ્થિત ભૈરવ મંદિરોનું પણ ઘણું મહત્ત્વ છે

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો