kabir bedi birthday know about his All love-story and merriage life
  • Home
  • Featured
  • PHOTOS: ચાર વખત પરણ્યો આ 70 વર્ષનો અભિનેતા, ચોથી પત્ની તો તેના કરતાં 30 વર્ષ નાની છે!

PHOTOS: ચાર વખત પરણ્યો આ 70 વર્ષનો અભિનેતા, ચોથી પત્ની તો તેના કરતાં 30 વર્ષ નાની છે!

 | 4:31 pm IST

અભિનેતા કબીર બેદીએ ભારતીય સિનેમાંની કેટલીય ફિલ્મોમા કામ કરીને પોતાનું નામ કમાયું છે. પરંતુ કબીર પોતાના ફિલ્મો કરતાં વધારે અભિનેત્રીએ સાથેના રિલેશનને લઈ ચર્ચામાં રહેતો હતો. કબીરે પોતાના જીવનમાં કુલ 4 લગ્ન કર્યા હતા. જોવા જેવી વાત એ હતી કે, ચોથી પત્ની પરવીન તો એના કરતાં 29 વર્ષ નાની હતી.

કબીર અને પરવીન મિત્રો હતા અને લગભગ 10 વર્ષ સુધી તેમનું અફેર ચાલ્યું. કબીરે પોતાના 70માં જન્મદિવસ પર 2016માં ચોથી વખત લગ્ન કર્યા હતા. પરવીન એક મોડેલ અને અભિનેત્રી હતી. લગ્ન પહેલા કેટલાય વર્ષો કરીબ સાથે પરવીન લિવ ઈનમાં રહી હતી.

કબીર બેદીની દીકરી પુજા બેદી કરતાં પણ પરવીન 4 વર્ષ નાની છે. લંડનમાં પહેલી મુલાકાત બાદ પરવીન અને કબીર નજીક આવવા લાગ્યા. પહેલા પરવીનના ઘરના લોકો રાજી ન હતા પરંતુ રહેતા રહેતા બધા માની ગયા અને શરણાઈ વાગી ગઈ.

ઉલ્લેખનીય છે કે, કબીરના પહેલા લગ્ન ડાન્સર પ્રોતિમા બેદી સાથે થયા હતા. તેની એક દીકરી પુજા બેદી અને દીકરો સિદ્ધાર્થ થયા. ત્યારબાદ કબીરે બીજા લગ્ન ફેશન ડિઝાઈનર સુસૈન હમ્ફ્રેસ સાથે કર્યા. તેને તલાક આપીને 1990માં ટીવી અને રેડિયો પ્રેજેન્ટર નિક્કી સાથે ત્રીજી વાર પરણ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન