NIFTY 10,001.10 +36.55  |  SENSEX 32,319.45 +91.18  |  USD 64.4225 +0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • કબીર ખાનની આગામી ફિલ્મમાં રિતિક રોશન અને કેટરિના કૈફ?

કબીર ખાનની આગામી ફિલ્મમાં રિતિક રોશન અને કેટરિના કૈફ?

 | 7:15 am IST

ફિલ્મ કાબિલની રિલીઝ બાદ રિતિક રોશન પોતાની આગામી ફિલ્મની તૈયારીમાં લાગી ગયો છે. દિગ્દર્શક કબીર ખાન પોતાની આગામી એક્શન રોમેન્ટિક ફિલ્મમાં અભિનેતા રિતિક રોશન સાથે કઈ અભિનેત્રી લેવી તે અસમંજસમાં દિગ્દર્શક છે. રિતિકની ફરી એક વાર કેટરિના કૈફ સાથે કામ કરવાની ઇચ્છા છે. જોકે કબીર ખાન સાથે ફિલ્મ સાઇન કરતાં પહેલાં રિતિકે દિગ્દર્શક સામે એક શરત મૂકી હતી કે મને અભિનેત્રીની પસંદગી કરવાની છૂટ આપવામાં આવે. આ શરતે જ રિતિકે ફિલ્મ કરવાની હા પાડી છે. રિતિક ફરી એક વાર કેટરિના સાથે ઠૂમકા લગાવવા માગે છે. જિંદગી ના મિલેગી દોબારા અને બેંગ બેંગમાં રિતિક- કેટની જોડી દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મ માટે કબીર ખાનને નવો ચહેરો જોઇએ છે. ક્રીતિ સેનન અને દીપિકા પદુકોણનાં નામ આ ફિલ્મ માટે ચર્ચાઈ રહ્યાં છે. દિગ્દર્શકના મતે ફિલ્મમાં અભિનેત્રી પણ એક્શન દૃશ્યો ભજવવાની છે. હાલ સલમાન ખાન અને કેટરિના કૈફ ફિલ્મ ટાઇગર ઝિંદા હૈના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પૂર્ણ થયા બાદ જ કબીર ખાન રિતિક અભિનીત ફિલ્મ પર કામ શરૂ કરશે.