કબીર ખાનની આગામી શોર્ટ ફિલ્મમાં શાહરૂખ ખાન  - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • કબીર ખાનની આગામી શોર્ટ ફિલ્મમાં શાહરૂખ ખાન 

કબીર ખાનની આગામી શોર્ટ ફિલ્મમાં શાહરૂખ ખાન 

 | 1:47 am IST

દિગ્દર્શક કબીર ખાનની ફિલ્મ ટયૂબલાઇટમાં શાહરૂખ ખાન કેમિયો રોલ ભજવવાનો છે તેવી અટકળો છેલ્લા ઘણા સમયથી સાંભળવા મળી રહી છે. ફિલ્મમાં લીડ હીરો તરીકે સલમાન ખાન છે. શાહરૂખ ખાન જો ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે જોવા મળે તો આ બંને ખાન ખૂબ જ લાંબા સમય બાદ એકબીજા સાથે સિલ્વર સ્ક્રીન શેર કરતાં દર્શકોને જોવા મળશે. દિગ્દર્શક કબીર ખાન કિંગ ખાન સાથે શોર્ટ ફિલ્મ બનાવવાની યોજના ઘડી રહ્યા છે. આ શોર્ટ ફિલ્મ દુબઈ ટૂરિઝમ માટે બનાવવામાં આવવાની છે. આ વીડિયોનું શૂટિંગ મે મહિનાથી શરૂ કરાશે. કિંગ ખાન દુબઈ ટૂરિઝમનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને આ અગાઉ કિંગ ખાને એક જાહેરાત માટે શૂટ કર્યું હતું. આ જાહેરાતમાં કિંગ ખાને મહેમાનોને પોતે પોતાના હાથે પકવાન પીરસ્યાં હતાં. શાહરૂખની બીજી શોર્ટ ફિલ્મનું દિગ્દર્શન કબીર ખાન કરવાનો છે ત્યારે તેમાં શુંઔનવું ઉમેરાશે તેના પર સૌની મીટ મંડાઈ છે.