kadha for cold to stay away from the symptoms of cold
  • Home
  • Featured
  • કડકડતી ઠંડીમાં બનાવો આ ઉકાળો, સ્વાદ એવો કે પીતા જ રહી જશો

કડકડતી ઠંડીમાં બનાવો આ ઉકાળો, સ્વાદ એવો કે પીતા જ રહી જશો

 | 9:56 am IST

શિયાળો હવે ધીરે ધીરે તેનો રંગ જમાવી રહ્યો છે ત્યારે આ સિઝનમાં ગુલાબી ઠંડીનો આનંદ માણવો હોય તો સૌ પ્રથમ હેલ્ધી રહેવુ જરૂરી છે. આજે ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ અમે ઉકાળો. જે બનાવવામાં પણ છે ખુબજ સરળ અને સ્વાદિષ્ટ પણ એટલો કે તમે પીતા જ રહેશો.

ઉકાળો બનાવવા જોશે સામગ્રી
2 લવિંગ
2 કપ પાણી,
2 ચમચી આદુનો રસ,
1 ચમચી મરી પાવડર,
3-4 તુલસીના પાન,
ચપટી ભરીને તજનો ભુક્કો,

ઉકાળો બનાવવાની પદ્ધતિ
સૌ પ્રથમ પાણીને મધ્યમ આંચ પર હુફાળુ ગરમ કરો, પાણી ઉકળે એટલે તેમાં આદુનો રસ, તુલસીના પાન નાંખી દો સરખુ ઉકાળો. ત્યારબાદ મરી પાવડર અને લવિંગ નાંખો. હવે આ ઉકાળાને ઉતારી તેમાં તજનો ભુક્કો નાંખી કપમાં સર્વ કરી દો આ ઉકાળો તમને ઠંડીમાં રક્ષણ આપશે. સ્વાદની સાથે તબિયત સુધારશે. શિયાળામાં શરદી-ખાંસી નહી આવે.

આ વીડિયો જુઓ: આ રીતે બનાવો સ્પિનીશ બ્રેડ ચીલા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન