Kadi Police Controversy! NDRF Finds 55 Bottles From Canal
  • Home
  • Featured
  • કડી પોલીસ અને દારૂનો મામલો! NDRFની ટીમે કેનાલમાં ફેંકી દેવાયેલી 55 બોટલો શોધી કાઢી

કડી પોલીસ અને દારૂનો મામલો! NDRFની ટીમે કેનાલમાં ફેંકી દેવાયેલી 55 બોટલો શોધી કાઢી

 | 10:12 pm IST

ગુજરાતમાં કડી પોલીસ અને દારૂની સાંઠગાંઠ મામલે સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમ પોલીસનાં ઉચ્ચ અધિકારીઓને શંકા હતી કે, કડી પોલીસે દારૂનો જથ્થો કેનાલમાં નાખી દીધો હતો. તે વાત હવે સાચી પડી છે. NDRFની ટીમે કેનાલમાંથી દારૂની 55 બોટલો જપ્ત કરી છે. આમ હવે કડી પોલીસ અને બૂટલેગરો વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પડી ગઈ છે.

લોકડાઉનને કારણે કડી પોલીસે ઝડપી પાડેલ વિદેશી દારૂના જથ્થાને વેચવાનું શરૂ કર્યું હોવાની ચર્ચા છે. આ મામલે DIG ઓફિસથી ગાંધીનગર પોલીસને સૂચના આપી હતી. જે બાદ ગાંધીનગર પોલીસે ઓચિંતી રેડ પાડતાં કડી પોલીસ સ્ટેશનમાં અફરાતફરી મચી ગઈ હતી. અને દારૂનો માલ છૂપાવવા માટે તેઓએ કેનાલમાં તમામ બોટલો ફેંકી દીધી હતી.

લીસે પોલીસ સ્ટેશનથી પાંચ કિમી દૂર નરસિંહપુરા કેનાલમાં દારૂની પેટીઓ ફેંકી દીધી હોવાનું રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા અને ગાંધીનગર એસપી મયુરસિંહ ચાવડાની તપાસ દરમિયાન ખુલાસો થયો હતો. અને કેનાલમાં ફેંકાયેલી બોટલો ફાયરબ્રિગેડથી ન મળતાં NDRFને બોલાવવામાં આવી હતી. NDRFની ટીમે આજે 55 બોટલ દારૂ પાણીમાંથી બહાર કાઢી હતી. ત્યારે હજુ પણ કેનાલમાં શોધખોળ યથાવત્ છે.

બીજીબાજુ, દારૂની તપાસનો ધમધમાટ શરૂ કરતાં કડી પીઆઈ દેસાઈ અને પીએસઆઈ પટેલ સંપર્ક વિહોણા બની જતાં તર્ક વિતર્ક થઈ રહ્યાં છે. જો કે આ મામલે પોલીસની ઈજ્જત પર બની આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાંઈ બોલી રહ્યા નથી. પણ કડી પોલીસે સમગ્ર ગુજરાત પોલીસને શર્મસાર કરી મૂકી છે.

આ વીડિયો પણ જુઓઃ ભચાઉમાં અને નસવાડીમાં પાન મસાલા અને ગુટખા ખરીદવાની ભારે ભીડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન