Kajal Aggarwal to Get Married Soon, Wants Husband to be Possessive
  • Home
  • Entertainment
  • Bollywood
  • ફિલ્મ જગતમાં વધુ એક ઘરે શરણાઈ વાગશે, કાજલે કહ્યું-હું પ્રભાસ સાથે લગ્ન કરીશ, પ્લાનિંગ…

ફિલ્મ જગતમાં વધુ એક ઘરે શરણાઈ વાગશે, કાજલે કહ્યું-હું પ્રભાસ સાથે લગ્ન કરીશ, પ્લાનિંગ…

 | 4:36 pm IST

પહેલા સાઉથમાં કામ કરતી અને હવે ઘણા સમયથી બોલિવૂડમાં જોવા મળતી કાજલ અગ્રવાલના ફેન્સ માટે એક સારા સમાચાર છે. તે ટૂંક સમયમાં જ લગ્નનું પ્લાનિંગ કરી રહી છે. કાજલે ખુદે આ જાણકારી આપી છે. એક ઈન્ટરવ્યૂમાં તેને લગ્નના પ્લાનિંગ વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું કે, ‘હા, હું લગ્નની તૈયારી કરી રહી છું.’

ત્યારબાદ તેને સવાલ કરવામાં આવ્યો કે, તે પોતાના પતિમાં કેવા ગુણ ઈચ્છે છે. તો કહ્યું કે, ‘ઘણી બધી બાબતો હોવી જોઈએ પણ સૌથી વધુ તે પઝેસિવ હોવો જોઈએ, ધ્યાન રાખનારો અને આધ્યાત્મિક હોવો જોઈએ.’ આ દરમિયાન અભિનેત્રીએ વાત કરતા જણાવ્યું કે, ‘હું ખૂબ જ આધ્યાત્મિકતામાં માનનારી માણસ છું. મારી પાસે ભગવાન શિવની નાનકડી મૂર્તિ પણ છે કે જેને હું દરેક જગ્યાએ સાથે લઈને જ જાઉં છું.’

પરંતુ વાત અસલી વાત ત્યારે બહાર આવી કે જ્યારે કાજલને ‘કિલ, હુક અપ એન્ડ મેરી’નો સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, તે રામ ચરણ તેજાને મારવા માગશે, એન ટી રામારાવ જૂનિયર સાથે હુકઅપ કરવા માગશે અને પ્રભાસ સાથે લગ્ન કરવા માગશે. બસ આ વાતથી જ ફેન્સમાં ચર્ચા જાગી છે કે શું પ્રભાસ સાથે સાચે કાજલ લગ્ન કરશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન