kajol accuses on saif ali khan and says you betrayed me in omkara
  • Home
  • Entertainment
  • Bollywood
  • અજય દેવગણની પત્ની કાજોલે આ વાતને લઈ સૈફ પર લગાવ્યો ગંભીર આરોપ, ગુસ્સો જગ-જાહેર!

અજય દેવગણની પત્ની કાજોલે આ વાતને લઈ સૈફ પર લગાવ્યો ગંભીર આરોપ, ગુસ્સો જગ-જાહેર!

 | 5:09 pm IST

હાલમાં કાજોલ એક વાતને લઈ ભારે ચર્ચામાં છે. જો કે તાનાજી ફિલ્મને લઈને પણ કાજોલે અજય દેવગણ સાથે વખાણમાં ભાગ પડાવ્યો છે. એ રીતે કાજોલ અપકમિંગ ફિલ્મ તાનાજીને લઈને પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે અજય દેવગણની પત્નીનો રોલ કરવાની છે. છેલ્લા ઘણા સમયથી કાજોલ પતિ અજય દેવગણની સાથે તાનાજીનાં પ્રમોશનમાં સતત વ્યસ્ત છે.

આ બધાની વચ્ચે કંઈક એવું થયું કે કાજોલ સૈફ અલી ખાન પર ભડકી ગઈ. તેના ગુસ્સાનું કારણ પણ કાજોલે ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું છે. કાજોલે પોતાના ટ્વિટર પર લખ્યું કે તમે ઓમકારામાં મને છેતરી હતી અને હવે પ્રમોશનમાં પણ છેતરી… આશા રાખું કે તું સ્વિત્ઝરલેન્ડમાં આ વાંચીશ…#Saifalikhan’.

અહીં કાજોલ વાત કરી રહી છે પોતાની ફિલ્મ તાનાજીનાં પ્રમોશનની. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા પછી સૈફ અલી ખાન પોતાનાં સમગ્ર પરિવારને લઈને સ્વિત્ઝરલેન્ડ વેકેશન ગાળવા જતો રહ્યો છે. ત્યાંથી તે સતત ફોટો શેર કરી રહ્યા છે. એવા કયાસ લગાવવામાં આવી રહ્યા છે કે, ફિલ્મનું પ્રમોશન કર્યા વગર જ સૈફનું જતું રહેવુ કાજોલને ગમ્યું નથી. સોશિયલ મીડિયા પર કાજોલનું આ ટ્વીટ ભારે વાયરલ થઈ રહ્યું છે અને ચર્ચા થઈ રહી છે.

ફિલ્મના બધા સ્ટાર્સ આજકાલ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ ના પ્રમોશન માટે સખત મહેનત કરી રહ્યા છે. જો કે, આ ફિલ્મના પ્રમોશન માટે સૈફ અલી ખાન અને અજય દેવગન એકલા જ જતાં રહ્યા. તેનાથી કાજોલ નારાજ છે. કાજોલ પોતાના ટ્વીટમાં આ બંનેની ફરિયાદ કરી રહી છે અને છેતરપિંડીનો આરોપ લગાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન