ઘરમા જ બનાવો હોટલ જેવી કાજુ કરી - Sandesh
  • Home
  • Food & Travel
  • ઘરમા જ બનાવો હોટલ જેવી કાજુ કરી

ઘરમા જ બનાવો હોટલ જેવી કાજુ કરી

 | 4:40 pm IST

જો તમારા ઘરે મહેમાન આવવાના હોય, અને તમે કંઈક સારી પંજાબી સબ્જી બનાવવાનું પ્લાન કરો છો, તો આજે કાજુ કરી ટ્રાય કરો. ઘણા લોકોની એવી ફરિયાદ હોય છે છે કે, ઘરે બહાર જેવી કાજુ કરી બનતી નથી. પરંતુ નીચે આપેલી રીતથી તમે બહાર જેવી જ કાજુ કરીનો સ્વાદ ઘરની રેસિપીમાં લાવી શકો છો.

કાજુ કરી બનાવવા માટેની જરૂરી સામગ્રી

– 2 કપ કાજુ (1 કપ કાજુ ઉપરથી નાખવા માટે બાજુમાં મૂકવા)
– 1 મોટો ચમચો તેલ કે માખણ
– 3 મોટા ટામેટા
– 2 તમાલપત્ર
– 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
– 2 કાપેલા લીલા મરચાં
– અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું
– અડધી ચમચી ગરમ મસાલો
– 2-3 મોટી ચમચા તાજી ક્રીમ
– જરૂરી પાણી
– 2 મોટા ચમચા માખણ
– 1 નાની ચમચી કસૂરી મેથી અથવા ચપટી મેથી પાવડર
– 2 મોટા ચમચા ઘાણા
– સ્વાદ અનુસાર મીઠું

કાજુ કરી બનાવવાની વિધી

– સૌથી પહેલા ગેસ પર કઢાઈ મૂકીને માખણ ગરમ કરો. ધ્યાન રાખો કે માખણ બળે નહિ. તેને ધીમી આંચ પર રાખો.
– હવે તેમાં કપ કાજુ નાખો અને હળવા તળો. ચમચો હલાવતા રહો, જેથી તે બળે નહિ.
– હવે કાજુને એક પ્લેટમાં કાઢી મૂકો.
– બીજી કઢાઈમાં તમાલપત્ર નાખીને શેકો. તેમાં કાપેલા ટામેટા અને પાણી મિક્સ કરીને તેને બરાબર પકવા દો. પકાયા બાદ હવે એક વાસણમાં ટામેટાની પ્યુરીને બાજુ પર કાઢીને મૂકી દો.
– હવે 1 કપ કાજુને મિક્સમાં પીસીને બારીક પાવડર બનાવી લો. બાકીના એક કપ કાજુને એમ જ રહેવા દેજો.
– હવે એક કઢાઈમાં 2 ચમચી માખણ નાખીને તેમાં આદુ-લસણની પેસ્ટ નાંખીને સાંતળો. હવે તેમાં કાજુ પાવડરની પેસ્ટ નાખો અને ચમચાથી હલાવતા રહો. તેને મધ્યમ આંચ પર રાખો,
જેથી તે વાસણમાં ચિપકે નહિ. કાજુ પેસ્ટરનો રંગ સોનેરી થયા બાદ તેમાં ટામેટાની પ્યુરી મિક્સ કરીને તેને બરાબર પકાવો.
– હવે આ મિશ્રણમાં કાશ્મીરી લાલ મરચું નાખીને તેને હલાવો.
– તેમાં જરૂર અનુસાર પાણી નાખીને તેને થોડુંક પકાવો. હવે તેમાં લીલા મરચાની ગ્રેવી એડ કરીને તેને 3-4 મિનીટ પકાવો. હવે ગ્રેવીમાં મીઠુ નાખો.
– થઈ ગઈ તમારી ગ્રેવી તૈયાર. આ ગ્રેવીમાં તમે ઉપરથી કાજુ નાખો.