Ghatasthapana 2019 kalash sthapana niyam time and shubh muhurt
  • Home
  • Astrology
  • નવરાત્રિમાં કેવી રીતે કરશો કળશ સ્થાપન, જાણો શુભ મૂહુર્ત અને નિયમ

નવરાત્રિમાં કેવી રીતે કરશો કળશ સ્થાપન, જાણો શુભ મૂહુર્ત અને નિયમ

 | 11:03 am IST

નવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મમાં ખુબજ મહત્વનો છે. આ તહેવાર દેશના ખુણે ખુણે મનાવવામાં આવે છે. આ પર્વમાં ખાસ દૂર્ગામાંની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ઉપવાસ કરી માંની આરાધના કરે છે. નવરાત્રિના નવ દિવસમાં માતાના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિમાં પ્રથમ દિવસે ઘટ સ્થાપન એટલેકે કુંભ પધરાવવામાં આવે છે.

આ વખતે 29 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆત થઇ રહી છે. શાસ્ત્રો અનુસાર નવરાત્રીના પહેલા દિવસે શુભ મુહુર્તમાં કળશ સ્થાપન કરીને નવગ્રહો, પંચદેવતા, ગ્રામ અને નગર દેવતાની પુજા પછી વિધિ-વિધાન દ્વારા માતાની પૂજા કરવી જોઇએ. એવી માન્યતા છે કે મંગલ કળશની સ્થાપનાથી નવરાત્રીમાં દેવી પૂજન સફળ અને ફળદાયી થાય છે. કળશની સ્થાપનાથી આપનુ આવનારૂ વર્ષ કેવુ રહેવાનુ છે તેની પણ ખબર પડે છે.

કળશ સ્થાપન કરવાનુ શુભ મુહુર્ત
આ વર્ષે કળશ સ્થાપન કરવાનુ શુભ મુહુર્ત સવારે 6:16 મીનિટથી લઈને 7 કલાક 40 મીનિટ પર છે. જો તમે ત્યારે નથી કરી સકતા તો તમારે બપોર સુધી રાહ જોવી પડશે. બપોરના સમયના અભિજીત મુહુર્ત 11:48 થી લઇને 12:35 સુધી હોય છે. આ દરમિયાન નવરાત્રી પૂજન માટે કળશ સ્થાપન કરી શકાય છે. જયારે ઘટ સ્થાપના માટે સવારે 07:26 નો સમય ઉત્તમ છે.

નવરાત્રિમાં આ રીતે કરો કળશ સ્થાપના
નવરાત્રિમાં નવ દિવસ દેવી માંની આરાધના કરવાથી માં પોતાના ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે. નવરાત્રિમાં પહેલા દિવસે ઘટ સ્થાપન કરવામાં આવે છે. ઘટ સ્થાપન કરવાનો મતલબ છે કળશની સ્થાપના કરવી.
કળશ સ્થાપના કરતી વખતે કળશમાં ગંગાજળ, લવિંગ,એલચી, પાન, સોપારી, ચંદન,અક્ષત, હળદર રૂપિયો, પુષ્પ નાંખીને ॐ ભૂમ્યૈ નમ: કહીને કળશમાં સાત અનાજની સાથે રેતી પર સ્થાપિત કરો. અખંડ દિપ પ્રગટાવો.

આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ રવિવારથી થાય છે. રવિવારને માતાજીનો વાર માનવામાં આવે છે આથી વેપાર, બુદ્ધિ અને જ્ઞાનનો વધારો થશે. એવામાં નવરાત્રીને વેપારમાં પ્રગતિ માટે સારો મનાય છે. વિધાર્થી અને શિક્ષણ સાથે સંકળાયેલા લોકો માટે પણ નવરાત્રીનો રવિવારથી પ્રારંભ શુભ ફળદાયી છે.

આ Video જુઓ: શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરવાના સચોટ અને શાસ્ત્રીય ઉપાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન