kalashnikovs-electric-car-will-give-tesla-a-collision
  • Home
  • Technology
  • વિશ્વ વિખ્યાત રાયફલ AK-47 બનાવનાર કંપનીની આ કાર ટેસ્લાને આપશે ટક્કર

વિશ્વ વિખ્યાત રાયફલ AK-47 બનાવનાર કંપનીની આ કાર ટેસ્લાને આપશે ટક્કર

 | 1:47 pm IST

હથિયાર બનાવતી રશિયાની સૌથી મોટી કંપની Kalashnikov ગુરુવારે તેની નવી ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરી છે. એકે -47 બનાવતી આ કંપનીની આ કાર નવી ટેકનોલોજી સાથે જોડાયેલી છે અને એવું કહેવાય છે કે એલન મસ્કેના ટેસ્લા કારને ટક્કર આપશે. તેનું નામ CV-1 રાખવામાં આવેલ છે. આ કાર 1970ના દાયકામાં બન્ને ‘Izh Kombi.’થી પ્રેરિત છે.

સિંગલ ચાર્જિંગ પર આ કાર 350 કિ.મી. અંતર કાપશે. આ કારનું મેક્સિમમ પાવર 500 kW છે. ટેસ્લા મોડલ 3નું મેક્સિમમ પાવર 150 kW છે.આ કારની ટોપ સ્પીડ 50 માઇલ કલાકની છે જો તેની સરખામણી ટેસ્લા મોડેલ 3 ઇલેક્ટ્રિક કારથી થાય તો તેની ઝડપ 140 માઇલ કલાક છે.આ ફ્યુચરિસ્ટિક ઇલેક્ટ્રિક સુપરકાર તૈયાર કરવા માટે Kalashnikov ઇલેક્ટ્રિક આફ રોડ મોટરબાઈક પણ બનાવે છે.