Kaliya naag was given to Lord Krishna by the blessing, this is mystery
  • Home
  • Featured
  • ઝેરીલા કાલિય નાગને ભગવાન શ્રી કૃષ્ણે આપ્યું હતું વરદાન, આ છે રહસ્ય

ઝેરીલા કાલિય નાગને ભગવાન શ્રી કૃષ્ણે આપ્યું હતું વરદાન, આ છે રહસ્ય

 | 9:03 am IST

શ્રી હરિ વિષ્ણુનું વાહન છે ગરુડ, અને ગરુડના ભાઈ કહેવાય છે નાગવંશ. પરંતુ ગરુડ તથા નાગવંશ વચ્ચે સદા મતભેદ રહ્યા છે. તો આજની કથા આ જ વાત સાથે જોડાયેલી છે. જેમાં કાલિય નાગને શ્રી કૃષ્ણે અભય વરદાન આપ્યુ.. તો આવો કેવી રીતે કાલિય નાગ પર કૃષ્ણકૃપા થઈ તેની સુંદર કથા જાણીએ

મહર્ષિ કશ્યપ તથા કદ્રુનો પુત્ર હતો કાલિય નાગ જે રમણ દ્વિપ પર વાસ કરતો. પક્ષીરાજ ગરુડ સાથે કાલિય નાગને શત્રુતા હતી. કાલિયા પોતાની રક્ષા કરવા યમુના નદીમાં રહેવા લાગ્યો હતો. જ્યારે નાગવંશ અને ગરુડ વચ્ચે યુદ્ધ ચાલ્યુ ત્યારે આખરે બંન્ને પક્ષો વચ્ચે એક સમજૂતી કરવામાં આવી. પ્રત્યેક માસની અમાસે ચોક્કસ વૃક્ષ નીચે એક સર્પ ગરુડનો આહાર બનશે. સમગ્ર સર્પ જાતિ આ સમજૂતિનું પાલન કરતી પરંતુ કાલિય નાગને પોતાના વિષ પર ઘણો અહંકાર હતો. તેથી તેણે આ પરંપરાનું પાલન કરવાનો ઈન્કાર કરી દીધો.

કાલિય નાગે ગરુડની બલિ પોતે જ આરોગી લીધી. તેના આ કૃત્યથી સમસ્ત નાગ જાતિ કાલિય સામે રોષ વ્યક્ત કરે છે. કારણ કે કાલિય નાગે પોતાના જ વંશના જીવને ભોજન બનાવ્યો. પરંતુ કાલિય શક્તિશાળી હોવાથી નાગજાતિએ આ ઘટનાની જાણ ગરુડને કરી. તેથી ક્રોધિત ગરુડ અને કાલિય વચ્ચે યુદ્ધ થાય છે. પોતાના સો ફેણથી કાલિયએ ગરુડ પર વિષથી પ્રહાર કર્યા. પરંતુ ગરુડ તો પોતે જ અમૃતકળશના વાહક હતા તેથી કાલિયના વિષની તેના પર કોઈ અસર ન થઈ. ત્યારે કાલિયે પોતાના દાંતોથી પ્રહાર કર્યો પરંતુ ગરુડે જારથી તેમને ફેંકી દીધા, કાલિયા સીધો જ યમુનામાં જઈ પડે છે. તે સીધો જ તેના કુંડમાં જતો રહે છે જે તેના માટે એક સુરક્ષિત સ્થાન હતુ.

ગરુડ શા માટે યમુનામાં પ્રવેશી નથી શકતા તેની પણ રોચક કથા છે. એક વાર ગરુડને ઘણી ભૂખ લાગે છે. ત્યારે એક માછલી પર તેની દ્રષ્ટિ પડે છે. યમુનાના કાંઠે જ સૌભ્રી મુનિ સાધના કરી રહ્યા હતા. ગરુડના આક્રમણથી બચાવવા માછલીએ મુનિની સહાય માંગી. સૌભ્રી મુનિએ ગરુડને શિકાર ન કરવા ક્હયુ. પરંતુ ગરુડે તેમની વાત ન માની.

તેથી ક્રોધિત સૌભ્રી મુનિએ ગરુડને શ્રાપ આપ્યો કે આજ પછી જા તુ યમુનાની માછલીનો શિકાર કરવાનો પ્રયાસ કરીશ તો તત્ક્ષણ તારુ મૃત્યુ થશે. ત્યારથી ગરુડનો યમુનામાં પ્રવેશ નિષેધ થઈ ગયો. કાલિય નાગ આ વાત જાણતો હતો તેથી તે યમુનામાં આશ્રય લે છે. પરંતુ તેના વિષને કારણે યમુનાનું જળ દુષિત થવા લાગ્યુ.

નિર્ભય કાલિય નાગ પોતાની અસંખ્ય પત્નીઓ સાથે યમુનામાં વાસ કરવા લાગ્યો. ત્યારે યમુનાની રક્ષા કરવા શ્રી કૃષ્ણ ગોપાલો સાથે રમતા રમતા યમુનામાં જાય છે. પ્રભુએ કાલિયા નાગને યુદ્ધમાં પરાજિત કર્યો અને યમુના છોડી રમણિક દ્વિપ પર વાસ કરવાનો આદેશ આપ્યો. ત્યારે ગરુડે શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી હે પ્રબુ જા હુ યમુનાથી બહાર નીકળીશ તો ગરુડ મારો શિકાર કરી લેશે. ત્યારે પ્રભુએ કહ્યુ તારા મસ્તક પર મારા પદચિન્હો છે, તે જાઈને ગરુડ તારુ અહિત નહિ કરે. હુ તને અભય વરદાન આપુ છુ. તો આમ કાલિય નાગ સાથેય યુદ્ધ બાદ પણ શ્રી કૃષ્ણે અભયદાન કર્યુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન