Kaliyugi became brother, brother, sister of unstable brain
  • Home
  • Bhuj
  • કળિયુગી ભાઈ બન્યો હેવાન, અસ્થિર મગજની બહેનને પીંખી નાંખી

કળિયુગી ભાઈ બન્યો હેવાન, અસ્થિર મગજની બહેનને પીંખી નાંખી

 | 7:44 pm IST

સમાજમાં ભાઈ અને બહેનના સબંધને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને ભાઈએ બહેનની રક્ષા કરવાની હોય છે ત્યારે તાપી જીલ્લામાં સાવકા ભાઈએ જ તેની અસ્થિર મગજ ધરાવતી બહેનને ગર્ભવતી બનાવી દીધો કિસ્સો સામે આવતા પંથકમાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

ચાર માસ અગાઉ તાપી જિલ્લના સોનગઢ તાલુકાના એક ગામડામાં રહેતી અસ્થિર મગજની યુવતીને પેટમાં દુખાવો ઉપડતા તેણીને સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલમાં પરિવારજનો લઇ ગયા હતા, ત્યારે આ યુવતીને નવ માસનો ગર્ભ હોવાનું બહાર આવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. જમાનાના કાવાદાવાથી બેખબર અને નિર્દોષ આ યુવતી સાથે કોને દુષ્કર્મ આચર્યું હશે અને આવા હવસખોર વ્યક્તિને કડક સજા થાય તે માટે પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.

ડોલવણ પોલીસમાં અસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મ આચરાયાની ફરિયાદ નોંધાઈ હતી ત્યારે બીજી તરફ આ અબોધ યુવતીએ વ્યારાની જનરલ હોસ્પીટલમાં એક બાળકને જન્મ આપ્યો હતો અને પોલીસ સામે આ બાળકનો પિતા કોણ..? તે શોધવાનો પડકાર ઉભો થયો છે. ત્યારે ડોલવણ પોલીસે આ બાળકના ડીએનએ લીધા અને ત્યારબાદ આ યુવતીના સંપર્કમાં આવતા અને શકમંદોના ડીએનએ લઈને તપાસ શરુ કરી જો કે પોલીસને શરૂઆતમાં કોઈ પણ સફળતા મળી ન હતી. પરંતુ પોલીસને તેના પરિવારજનો અંગે શંકા જતા પરિવારના પુરુષોના પણ ડીએનએ લઇ તપાસ અર્થે મોકલી દીધા ત્યારે ડીએનએ રીપોર્ટ આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.

આ અસ્થિર મગજની યુવતીના પિતાએ યુવતીની માસી સાથે બીજા લગ્ન કર્યા હતા આ માસીના પુત્ર રણજીત રતિલાલ કોલધાએ આ નિર્દોષ યુવતી સાથે દુષ્કર્મ આચર્યો હોવાનું બહાર આવ્યું હતું. અસ્થિર મગજની આ યુવતીનો બાયોલોજીકલ પિતા એનો જ સાવકો ભાઈ હોવાનું બહાર આવ્યું છે.

સમાજને હચમચાવી નાખનાર આ ઘટનાને પગલે એક તરફ આ અસ્થિર મગજની યુવતીના પુત્રના ભવિષ્ય સામે પણ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. કોણ પરવરીશ કરશે આ બાળકની.. યુવતીના માતાપિતા તો હાલ હયાત છે પરંતુ ભવિષ્યનો જો વિચાર કરીએ આ બાળકનું ભવિષ્ય કેવી રીતે બનશે. જો કે વાસના લોલુપ એવા સાવકા ભાઈ પર અને તેની ગંદી હરકત પર પંથકમાં લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.