કલોલ: કાર અને એકટીવા વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, શિક્ષિકાનુ મોત - Sandesh
  • Home
  • Gandhinagar
  • કલોલ: કાર અને એકટીવા વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, શિક્ષિકાનુ મોત

કલોલ: કાર અને એકટીવા વચ્ચે થયો ગમખ્વાર અકસ્માત, શિક્ષિકાનુ મોત

 | 6:31 pm IST

કલોલના શેરથા પાસે આજરોજ સવારના સુમારે એકટીવા લઈને પસાર થઈ રહેલ શિક્ષિકાના એકટીવાને સામેથી આવી રહેલ કારએ ધડાકાભેર ટકકર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા શિક્ષિકાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. અકસ્માત બાદ કારનો ચાલક ઘટના સ્થળે કાર મૂકી પલાયન થઈ ગયો હતો. શિક્ષિકાના મોતને પગલે શાળા પરિવાર તથા તેમના કુટુંબીજનોમાં ઘેરા શોકની લાગણી સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ સવારના ૧૦ વાગ્યાના સુમારે કલોલના શેરથા ગામ પાસે એકટીવા અને વેગનઆર કાર સામ સામે ટકરાતા અકસ્માત થયો હતો જેમા એકટીવા પર સવાર શિક્ષિકાનું મોત નિપજયું હતું. ચાંદખેડામાં વારીનાથ ચોક પાસેના ઓમ બંગ્લોઝમાં રહેતા જશુબેન ચતુરભાઈ રાઠોડ (ઉ.વ.આ.પ૬) શાળાનં. ૪ માં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. અને તેઓ રોજ એકટીવા લઈ આવન જાવન કરે છે.

આજ સવારના સમયે તેઓ ઘરેથી પોતાનું એકટીવા નં. જી.જે. ૧ સી ઈ ૩૩૪૭ લઈને સ્કૂલે આવવા નીકળ્યા હતા ત્યારે તેઓ ૧૦:ર૬ એ શેરથા હાઈવેના ર્સિવસ રોડ પરથી પસાર થઈ રહયા હતા ત્યારે સામેથી આવી રહેલ વેગનઆર કારનં જી.જે. ૧ કે ડી ૬૩૮૦ ના ચાલકે એકટીવાને ધડાકાભેર ટકકર મારતા અકસ્માત સર્જાયો હતો જેમા એકટીવા પર સવાર જશુબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. અકસ્માતની જાણ ટોલટેક્ષના ઈમરજન્સી સ્ટાફને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લાશને પી.એમ માટે ગાંધીનગરની સીવીલમાં લઈ જવામાં આવી હતી અને કારને ક્રેઈનની મદદથી રસ્તા પરથી દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો હતો અકસ્માત બાદ કારનો ચાલક કાર મૂકી પલાયન થઈ ગયો હતો. અકસ્માત અંગે પોલીસે જરૃરી નોંધ કરી તપાસ હાથ ધરી છે.