અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા,એક વર્ષમાં આંક 16 પર પહોંચ્યો - Sandesh
  • Home
  • Gujarat
  • અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા,એક વર્ષમાં આંક 16 પર પહોંચ્યો

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા,એક વર્ષમાં આંક 16 પર પહોંચ્યો

 | 4:02 pm IST

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાના સમાચાર આવતા એક વર્ષમાં આ આંકડો 16 પર પહોંચ્યો છે. કેલિફોર્નિયા સ્ટેટના મોડેસ્ટો સિટીમાં અજાણ્યા શખ્સોએ કલ્પેશ પટેલની ગત શુક્રવારે વહેલી સવારે ગોળી મારી હત્યા કરી દીધી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ મોડેસ્ટો સિટીના ઓર્ટેગા ડ્રાઈવ વિસ્તારમાં 39 વર્ષીય કાલ (કલ્પેશ) પટેલ પર અજાણ્યા શખ્સો ગોળી મારીને ફરાર થઈ ગયા હતાં. આ બાદ તે ઈજાગ્રસ્ત અવસ્થામા મળી આવ્યા હતા. જેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે કાલ પટેલના મિત્ર જેસી સસ્ટે એક ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું, “અમે હજી સુધી માની જ નથી શકતા કે કાલ પટેલ અમારી વચ્ચે નથી. જે કંઈ બન્યું તેના થોડો સમય પહેલા જ મેં કાલ પટેલ સાથે વાત કરી હતી.”

આ મામલે મોડેસ્ટો પોલીસ ડિપાર્ટમેન્ટે આ અંગે તપાસ હાથ ધરી છે. જોકે આ મામલે હજુ કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સંબંધીઓ અને પાડોશીઓએ રવિવારે સવારે વિસ્તારમાં કેન્ડલથી કાલને શ્રદ્ધાંજલિ આપી હતી. બીજી તરફ મોડેસ્ટો પોલીસ ડિપાર્ટમેન્ટે આ અંગે તપાસ હાથ ધરી છે. જોકે આ મામલામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી તેમજ હત્યાનો હેતુ પણ સામે આવ્યો નથી. સંબંધીઓ અને પાડોશીઓએ રવિવારે સવારે વિસ્તારમાં કેન્ડલથી કાલ પટેલની શ્રદ્ધાજંલિ પાઠવી હતી.

1 વર્ષમાં 16મી હત્યા
અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર વારંવાર હુમલા થતા રહે છે તેના પુરાવાઓ છાશવારે મળતા હોય છે. જેનુ એક જ કારણ હોય છે કે, ગુજરાતીઓ રૂપિયા કમાવવામાં માહેર હોય છે, જેથી લૂંટ કરનારાઓ તેમને આસાનીથી ટાર્ગેટ બનાવતા હોય છે. ત્યારે અમેરિકામાં વસતા ગુજરાતીની હત્યાઓના આંકડા પર એક નજર કરીએ તો, છેલ્લાં એક વર્ષમાં 16 ગુજરાતીઓની હત્યા થઈ છે. આ પહેલા કલોલના પટેલ યુવાન મૌલિક પટેલ ગેસ સ્ટેશન બંધ કરીને ઘર તરફ જતી વખતે નિગ્રોએ નિશાન બનાવ્યો હતો. મૌલિક જીવ ગુમાવનાર પંદરમો ગુજરાતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન