BJPના 75 વર્ષના નિવૃત્તિ નિયમ અંગે મિશ્રાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન - Sandesh
  • Home
  • Ahmedabad
  • BJPના 75 વર્ષના નિવૃત્તિ નિયમ અંગે મિશ્રાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

BJPના 75 વર્ષના નિવૃત્તિ નિયમ અંગે મિશ્રાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન

 | 1:32 pm IST

ભારતીય જનતા પાર્ટીમાં 75 વર્ષે રાજકીય નિવૃત્તિના નિયમ અંગે કેન્દ્રીય લઘુ ઉદ્યોગ મંત્રી કલાજ મિશ્રાએ વિવાદાસ્પાદ નિવેદન આપ્યું. આજે સ્મોલ-મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના સેમિનારમાં હાજરી આપવા પહોંચેલા મિશ્રાએ કહ્યું, ‘હું આ માહિતીથી વાકેફ નથી. આ અંગે રાષ્ટ્રીય અધ્યક્ષને પૂછી લેજો. મારા ધ્યાનમાં છે ત્યાં સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બેખબર છે. આવા વિવાદો મીડિયાના દિમાગની જ ઉપજ હોય છે.’

ભારતીય જનતા પાર્ટીએ 75 વર્ષની વય હોય તેમને રાજકીયક્ષેત્રે નિવૃત્તિ આપવાના નિયમને લાગુ કર્યો છે. તેના પગલે કેન્દ્ર સરકાર અને ત્યારબાદ ગુજરાતમાં વર્તમાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પુરોગામી મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે પણ આ જ નિયમને આગળ ધરીને મુખ્યપ્રધાન પદ ત્યાગ કર્યો છે. ત્યારે શુક્રવારે કેન્દ્ર આયોજીત માઇક્રો-મધ્યમ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા હેતુ આયોજીત સેમિનારમાં કેન્દ્રીયપ્રધાન કલરાજ મિશ્રા પણ ઉપસ્થિત રહ્યાં હતા. તેઓને 75 વર્ષના ભાજપના નિયમ લાગુ કરવા અંગે મિડિયાએ પૂછ્યું તેના ઉત્તરમાં કલરાજ મિશ્રાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમનો જવાબ સાંભળીને મીડિયા અને રાજકીય મહાનુભવોમાં હાસ્યનું મોજું છવાયું હતું.

ઉલ્લેખનીય છે કે આજે લઘુ ઉદ્યોગ મંત્રી ગાંધીનગર ખાતે યોજાયેલ સ્મોલ-મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝના સેમિનારમાં હાજરી આપવા આવ્યા હતા. મહાત્મા મંદિર ખાતે યોજાયેલ સેમિનારમાં કલરાજ મિશ્રની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. તદઉપરાંત ગિરિરાજ સિંહ, હરિભાઈ ચૌધરી પણ હાજર રહ્યાં હતા. આ સેમિનારનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરાયું હતું.

આજના સેમિનાર અંગે કલરાજ મિશ્રાએ કહ્યું હતું કે ગુજરાત નિરંતર વિકાસ કરી રહ્યું છે અને અમે ગુજરાતને મેન્યુફેકચરીંગ હબ બનાવવા માંગીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન