Kalrock capital and murari jalans plan to revive jet airways
  • Home
  • Business
  • નાદાર થયેલ જાણીતી એરલાઇન્સ જેટ એરવેઝ એકવાર ફરી ઉડશે! કંપનીને નવા માલિક મળ્યા

નાદાર થયેલ જાણીતી એરલાઇન્સ જેટ એરવેઝ એકવાર ફરી ઉડશે! કંપનીને નવા માલિક મળ્યા

 | 6:16 pm IST

દેવાના ડુંગર હેઠળ દબાયેલ દેશની જાતીણી એરલાઇન્સ જેટ એરવેઝને(Jet Airways) લઈ એક મોટા સમાચાર આવ્યા છે. આપને જણાવી દઈએ કે એરલાઇન્સના નવા માલિક પર આજે નિર્ણય થવાનો હતો. ત્યારે હવે એવા સમાચાર મળ્યા છે કે લંડનની કાલરોક કેપિટલ(Kalrock Capital) અને યુનાઇટેડ અરબ અમીરાત(UAE)ના રોકાણકાર મુરારી લાલ જાલાનવાળી કન્સોર્ટિયમ(Consortium) હવે જેટ એરવેઝના નવા માલિક બનશે.

મીડિયા રિપોર્ટ મુજબ જેટ એરવેઝને લોન આપનારી ક્રેડિટર્સ કમિટી(committee of creditors/COC) એ આની મંજૂરી આપી દીધી છે. આપને જણાવી દઈએ કે લગભગ એક વર્ષ પહેલા જેટ એરવેઝના સંચાલન માટે ભંડોળની ગંભીર અછત થતા એરલાઇન્સને બંધ કરવી પડી હતી. રિપોર્ટ પ્રમાણે એરલાઇન્સના લેન્ડર્સ દ્વારા નિમણૂક કરેલ રિઝોલ્યુશન પ્રોફેશનલ આશીષ છાછરિયાએ સ્ટોક એક્સચેંજ(Stock આxchange)ને આપેલ માહિતીમાં કહ્યું કે,‘ઈ-વોટિંગ આજે એટલે કે 17 ઓક્ટોબર 2020ના રોજ પૂરું થઈ ગયું છે અને કમિટી ઓફ ક્રેડિટર્સના કોડના સેક્શન 30(4) હેઠળ મુરારીલાલ જાલાન અને ફ્લોરિએન ફ્રિટ્શ(Florian Fritsch)ના રિજ્યોલૂશન પ્લાનને મંજૂરી આપવામાં આવી છે.’

આ બે કન્સોર્ટિયમ પાસેથી મળી હતી બોલી:

મીડિયા રિપોર્ટ મુજબ જેટ એરવેઝને બે કંસોર્ટિયમથી બોલી મળી હતી. જેમાં એક યુકે(UK) બેસ્ડ કાલરોક કેપિટલ અને યુએઈના ઉદ્યમી મુરારી લાલ જાલાન અને બીજી હરિયાણાની ફ્લાઇટ સિમુલેશન ટેક્નીક સેન્ટર(FSTC), મુંબઈ ખાતે બિગ ચાર્ટર અને અબુ ધાબીની ઇન્પીરિયલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ્સ LLC(imperial capital investments llc) પણ હતી. તેથી હવે દેવા હેઠળ દબાયેલ અને નાદાર એરલાઇન્સ કંપની જેટ એરવેઝ એકવાર ફરી ઉડશે એવી આશા વધી છે.

આ વીડિયો પણ જુઓ: જયચંદ વાળા નિવેદન બાદ ધાનાણી પર આરોપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન